દેશ-વિદેશ
News of Saturday, 29th August 2020

બ્રિટન સહીત દુનિયા આખીમાં કોરોનાના કારણોસર લોકોને ઘરેથી કામ કરવાની નોબત આવતા ઓફિસો બની શકે છે ભૂતિયા ઘર

નવી દિલ્હી: બ્રિટન સહિત દુનિયામાં કોરોના સંક્રમણને કારણે મોટા વ્યાપારી અને ઓફીસ વિસ્તારોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે અને તેના કારણે મોટા શહેરના જબરી ઓફીસ ઇમારતોમાં કામ કરતા કરોડો કર્મચારીઓ છેલ્લા ચાર માસથી તેમની ઓફીસોથી દૂર છે અને હજુ વર્ક ફ્રોમ હોમ ક્યારે પૂરું થશે તે કોઇ સંકેત નથી આવતો. વચ્ચે બીબીસીના એક સર્વેમાં જણાવાયું છે કે જો વર્ક ફ્રોમ હોમનો અંત નહીં આવે અને લોકો પોતાની ઓફીસમાં જઇ કામ નહીં કરે તો બહુ ઝડપથી બ્રિટનના અનેક શહેરો ભૂતિયા શહેર જેવા બની જશે.

          એક સર્વે મુજબ દેશના 50 મોટા ઓફીસ સ્પેસ ધરાવતા એકમોનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમની કંપનીઓના કર્મચારીઓની માહિતી લેવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે હજુ તાત્કાલિક વર્ક ફ્રોમ હોમનો અંત આવે તેવી શક્યતા નથી. જેના કારણે વિશાળ ઓફીસ ધરાવતી બહુમાળી ઇમારતો લગભગ ખાલી છે. જાહેર ટ્રાન્સપોર્ટ પણ અત્યંત ઓછું થઇ ગયું છે અને તેની સાથેના બિઝનેસને પણ ફટકો પડ્યો છે. જો વ્યવસ્થા લાંબી ચાલશે તો વિસ્તારો ભૂતિયા ટાઉન જેવા બની જશે.

(6:16 pm IST)