દેશ-વિદેશ
News of Saturday, 29th August 2020

ચાઈનીઝ એપ ટિક્ટોક ખરીદવા માટે માઈક્રોસોફ્ટ કંપનીનું પણ નામ જોડાયું

નવી દિલ્હી: ચાઈનીઝ ડાન્સીંગ એપ ટીકટોક આજકાલ વિશ્વની સૌથી હોટ પ્રોપર્ટી બની ગઇ હોયતેવું લાગે છે અને તેની ખરીદી માટે અનેક ટોચની કંપનીઓ દોટમાં છે. સૌપ્રથમ નામ માઈક્રોસોફટનું આવ્યું હતું અને કંપનીએ પણ કહ્યું હતું કે તે ટીકટોક ખરીદવા માટેની વાટાઘાટ કરી રહ્યું છે.

            જો કે ગુગલે ટીકટોક ખરીદવામાં તેને રસ નથી તેવું જણાવી સ્પર્ધાને ધીમી પાડી હતી પરંતુ માનવામાં આવે છે કે વોલમાર્ટ અને માઈક્રોસોફટ બંને સંયુક્ત રીતે ટીકટોકનો અમેરિકી બિઝનેસ ખરીદવા માટે વાટાઘાટ કરી રહ્યા છે. માઈક્રોસોફટ માને છે કે છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવા માટે વોલમાર્ટ મહત્વનું પ્લેટફોર્મ બન શકે છે અને માર્કેટીંગમાં પણ તે સહાયતા કરી શકે છે. માઈક્રોસોફટ સોફટવેર કનઝયુમર આધારિત છે પરંતુ તે હજી સોશિયલ મીડિયા પર આવી નથી તે વચ્ચે ખરીદી રસપ્રદ મોડ પર પહોંચી છે.

(6:17 pm IST)