દેશ-વિદેશ
News of Saturday, 29th August 2020

ઓએમજી...... સતત પચીસ કલાક સુધી કરાઓકે પર ગીત ગાઈને સાઉથ આફ્રિકાની આ જોડીએ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: સતત પચીસ કલાક સુધી કરાઓકે મેરથોન સિન્ગિંગનો વિક્રમ સાઉથ આફ્રિકાની જોડીએ તોડયો હતો. સાઉથ આફ્રિકાના જેકલિન રિટ્ઝ અને રિનલ લોટ્ઝે સતત 35 કલાક સુધી કરાઓકે પર ગીતો ગાઇને અગાઉ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલા પચીસ કલાકના વિક્રમને તોડયો હતો. જેકલિન અને રિનસે મૂળ 48 કલાક ગાવાનું આયોજન કર્યું હતું પરંતુ તેમનો પ્રોગ્રામ 35 કલાકે અટકી ગયો હતો.

           જોડીએ કરેલા કરાઓકે પ્રોગ્રામને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો હતો. જેકલિન અને રિનસ સાઉથ આફ્રિકાના બાર્બર્ટન નજીકના ડિકસી ફાર્મ પાસે એક ચર્ચના બાંધકામ માટે ભંડોળ એકઠું કરવા માટે આયોજન કરી રહયા છે.

(6:18 pm IST)