દેશ-વિદેશ
News of Tuesday, 29th September 2020

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે હાથીના બચ્ચાનો વિડીયો

નવી દિલ્હી: ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર એવા ફની વીડિયો વાયરલ થઈ જાય છે જેને જોઈને કોઈનું પણ મન પ્રસન્ન થઈ જાય છે. આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બાળક ટબમાં પાણી જોઈને એટલું ખુશ થઈ જાય છે કે તેમાં કુદી પડે છે. હકીકતે @HopkinsBRFC નામના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરાવમાં આવ્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું છે, 'બાથ ટાઈમ'

             વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથીના બાળકને પાઈપથી નવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે બાળ હાથીની નજર સામે પડેલા ટબ પર પડે છે. તે ટબમાં પાણી ભરેલું છે. પાણી ભરેલા ટબને જોતાની સાથે જે ટબમાં કુદી પડે છે. પાણી સાથે મસ્તી કરવાના મુડમાં બાળ હાથી ટબમાં આળોટવા લાગે છે. ધબાક દઈને ટબમાં પડે છે અને ટબનું બધુ પાણી બહાર આવી જાય છે. ટબમાં નહાવા પડવા માટે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાનો બાથ ટાઈમ એન્જોય કરે છે. ટબમાં નહાવા માટે પડેલો બાળ હાથી ખૂબ ક્યુટ લાગી રહ્યો છે.

(6:25 pm IST)