દેશ-વિદેશ
News of Tuesday, 29th September 2020

ઓએમજી.....આ કોઈ કચરો નહીં પરંતુ છે એક પ્રકારના સમુદ્રી જીવ

નવી દિલ્હી: વર્ષો સુધી ઘસાઇને માટીના અણુઓ સખત રીતે ભેગા થતા પથ્થર બને છે પરંતુ જાણીને નવાઇ લાગશે કે એવા પથ્થર જીવ પણ જોવા મળે છે જેને તોડવાથી લોહી અને માંસનો લોચો નિકળે છે. ડરાવી દે તેવી વાત કોઇ કાલ્પનિક કહાની નહી પરંતુ હકિકત છે. સમુદ્રની જીવ સૃષ્ટીમાં પ્યુરા ચિલેન્સીસ નામથી ઓળખાતો એક જીવ છે. જે પહેલી નજરે જોવાથી પથ્થર હોય એવું લાગે છે. પથ્થર જીવ સમુદ્રની સપાટીનું તળિયું તથા કિનારો પથરાળ હોય ત્યાં વધુ જોવા મળે છે.દરિયામાં ઉંચી ભરતી આવ્યા પછી જયારે પાણી ઓસરવા માંડે ત્યારે પથ્થર જીવ દરિયાકાંઠે ઘણી વાર જોવા મળે છે.દક્ષિણ અમેરિકામાં આવેલા ચિલી અને પેરુ દેશમાં વધુ જોવા મળે છે. જયારે વધુ માછીમારીની છુટ મળતી નથી ત્યારે જાણકાર માછીમારો દરિયાકાંઠે કુદરતી પથ્થર જેવા લાગતા જીવને ભોજન માટે શોધે છે.

(6:27 pm IST)