દેશ-વિદેશ
News of Tuesday, 29th September 2020

મેક્સિકોમાં મોટી બસ દુર્ઘટનામાં એક ડઝનથી વધારે લોકોને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: સ્થાનિક અધિકારીઓ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ પૂર્વ મેક્સિકોમાં એક યાત્રી બસ રસ્તા પરથી ઉતરી જતા સર્જાયેલ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકો મોતને ભેટ્યા છે તેમજ 21 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર 5 વાગ્યાને 30 મિનિટની આસપાસ ચિયાપાસ રાજ્યના લા ટ્રીનીટીયા અને ફ્રોટેરા કોમલપા શહેરની નજીક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં  પાંચ મહિલા સહીત આંઠ પુરુષના મૃત્યુ નિપજ્યા છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:29 pm IST)