દેશ-વિદેશ
News of Saturday, 30th July 2022

આ તો ગઝબ થયું કહેવાય.... પ્રેમિકાના વાળમાંથી ઝૂ કાઢતો હોવાનો પ્રેમીનો વિડીયો થયો વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં લોકો હવે સેલિબ્રેટીની જેમ જ પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામ વીડિયો સ્ટોરી અને રીલ માટે વધારે ફેમસ છે. જુદી જુદી કેટેગરીમાં પ્રેમનો ઇજહાર કરતા હજારો વીડિયો મળે છે જેમાં કેટલાક તો એટલા ફની હોય છે લોકો હસવાનું રોકી શકતા નથી. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તળાવના કાંઠે એક પ્રેમી તેની ગર્લ ફન્ડના માથામાંથી જાણે કે જુ કાઢી રહયો છે એવું તેના અંદાજ પરથી લાગે છે.  કેટલાક લોકોને પ્રેમીનો આ અંદાજે ગમી રહયો છે તો કેટલાક પ્રેમીની આ અદાને બંદર સાથે સરખાવી રહયા છે.  કોઇએ કોમેન્ટ કરી કે લેડી લવમાં પ્રેમી કોઇ પણ હદે જઇ શકે છે. પ્રેમિકાના તમામ રાજી ખૂશીથી કરવા તૈયાર થઇ જાય છે. આમ તો પ્રેમના વીડિયો ઘણા હોય છે પરંતુ આ જરા હટકે પ્રકારનો વીડિયો હોવાથી લોકોનું ધ્યાન ખેંચી રહયો છે. કેટલાકને એવું લાગે છે કે લોકોનું ધ્યાન ખેંચવા માટે પણ કપલે આ ફોટો શૂટ કરાવ્યું હોય તેવું બની શકે છે. પ્રેમ ભલે આંધળો હોય છે પરંતુ પ્રેમી આંધળો નથી તેને ગર્લફ્રેન્ડને રાજી રાખવા માટે આ નુસખો અજમાયો છે. કેટલાકે જૂ શોધતો આશિક જુઓ એવી ટિખળ કરી છે તો કોઇએ ઐસા પ્યાર કહાં ફિલ્મના શિર્ષકને યાદ કર્યુ છે. આ વીડિયોને 30 લાખથી વધુ લોકોએ જોયો છે. 

(7:42 pm IST)