દેશ-વિદેશ
News of Friday, 30th September 2022

આ ધર્મમાં યુવતીઓને વાળ કાપવા પર મુકવામાં આવે છે પ્રતિબંધ

નવી દિલ્હી: દુનિયામાં એક ધર્મના એવો પણ છે જેમાં તેમના સમુદાયની મહિલાઓ અને યુવતીઓને છેલ્લા શ્વાસ સુધી વાળ કાપવાની પરમિશન મળતી નથી. એટલું નહીં આ કમ્યુનિટીની મહિલાઓ પોતાના શરીરના કોઈ પણ ભાગના વાળને કાપી શકતી નથી. અમીશ સમુદાય આ નિયમોનં પાલન પરંપરા અને માન્યતાઓ સાથે કરવામાં આવે છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. આજે ઈન્ટરનેટના સમયમાં ભલે કેટલુંય બદલાયું હોય પણ આ સમુદાયે પરંપરા અને માન્યતાઓને બદલ્યા નથી. આ સમુદાયના લોકો આજે પણ જૂની રીતિ પર ચાલી રહ્યા છે. અમીશ સમુદાયની મહિલાઓ પોતાના વાળને લઈને ચુસ્ત રીતે નિયમોનું પાલન કરે છે. પ્રાચીન નિયમોના અનુસાર આ સમુદાયની કોઈ પણ મહિલાઓને કોઈ પણ સ્થિતિમાં હેયક કટ એટલે કે વાળ કાપવાની પરમિશન નથી. આ સાથે અમીશ મહિલાઓને પોતાા વાળને અંબોડામાં બાંધીને તેને કપડામાં બાંધીને રાખવાના હોય છે. આ કમ્યુનિટીની મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે. જો કોઈ મહિલા ભૂલથી કે જાણી જોઈને વાળ કાપે તો તેને શરમજનક અને કોઈ પાપની જેમ માનવામાં આવે છે.

(5:45 pm IST)