બ્રિટેનના આ વૃદ્ધ નૂડલ્સનો કરે છે આ રીતે ઉપયોગ

નવી દિલ્હી: ભારતમાં ભાગ્યે જ કોઇ એક એવી સીટી હશે જ્યાં તમને રસ્તા પર ખાડા ના જોવા મળ્યા હોય. પણ આજે અમે વાત કરવાના છીએ ભારતની નહીં પરંતૂ વિદેશમાં વસતા એક એવા વ્યક્તિની જે રસ્તા પરના ખાડાને જોઇને તેને પુરવા માટે એક કામ કરે છે. બ્રિટેનના એક વૃદ્વ જેમનું નામ માર્ક મોરેલ છે, તે અહીના રસ્તા પરના ખાડાને કંઇક જુદીજ રીતે પુરી રહ્યાં છે જેના કારણે તે ચર્ચામાં છે. મળતી માહિતી પ્રમાણે માર્ક મોરેલને લોગ મોરેટલ મિનિસ્ટર નામથી ઓળખવામાં આવે છે. તે લાંબા સમયથી રસ્તા પર કામ કરી રહ્યાં છે જે ચર્ચામાં આવી ગયુ છે.પોતાના અલગ અંદાજના કારણે આ વ્યક્તિ ચર્ચામાં આવ્યો છે. ભારતમાં પણ ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે કે, લોકો રસ્તા પરના ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે બ્રિટેનનો આ વ્યક્તિ રસ્તા પરના ખાડાને નુડલ્સથી ભરીને દે છે.