દેશ-વિદેશ
News of Friday, 31st March 2023

આ કોરિયન મહિલાએ 18 વર્ષની મહેનત બાદ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવ્યું

નવી દિલ્હી: કહેવાય છે કે, કોશિશ કરનારની કયારેય હાર નથી થતી. આ કહેવત ડ્રાઈવિંગ લાઈસન્સ માટે પ્રયત્ન કરનારી દક્ષિણ કોરિયાની મહિલા માટે સાચી ઠરી છે. આ મહિલાને ૯૫૯માં પ્રયત્ન બાદ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવામાં સફળતા મળી છે. દક્ષિણ કોરિયાની ૬૯ વર્ષીય મહિલાએ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે એક-બે નહીં પરંતુ ૧૮ વર્ષ સુધી પ્રયત્નો કર્યા હતાં. ચા સા સૂન નામની મહિલા દક્ષિણ કોરિયાના જિયોંજૂ શહેરની રહેવાસી છે. સા સૂને તેનો પ્રથમ લેખિત ડ્રાઈવિંગ ટેસ્ટ એપ્રિલ, ૨૦૦૫માં આપ્યો હતો. તેણે કુલ ૯૫૯ નિષ્ફળ પ્રયત્નો કર્યા હતાં, બાદમાં ૯૬૦માં પ્રયત્ને તેને સફળતા મળી હતી. એક રિપોર્ટ અનુસાર, વારંવાર ફેઈલ થવા છતાં તેણે પોતાના પ્રયત્નો નિરંતર ચાલુ રાખ્યા હતાં. આ માટે તેણે અઠવાડિયામાં બે દિવસ લેખિત ટેસ્ટ આપવાની શરૂઆત કરી હતી. તેમાં પાસ થયા બાદ તેણે તેવા જ ઝનૂન સાથે પ્રેકટિકલ ટેસ્ટ આપ્યા હતાં. કહેવાય છે કે, આ મહિલા તેના દસમા પ્રયત્ને પ્રેકટિકલ પરીક્ષામાં પાસ થઈ હતી.

(6:57 pm IST)