દેશ-વિદેશ
News of Friday, 31st March 2023

આ છે ઇન્ડોનેશિયાનો એક અનોખો સમુદાય:મહિલાઓ નહીં પરંતુ પુરુષો જાય છે સાસરે

નવી દિલ્હી: દુનિયામાં ભલે મહિલા સશકિતકરણની વાતા થતી હોય પરંતુ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રાના મિનાંગકબાઉ નામના  માનવ સમુદાયમાં સદીઓથી મહિલાઓનું જ રાજ ચાલે છે. આ વંશના લોકો સદીઓથી પૈતૃકપ્રધાન નહી પરંતુ માતૃપ્રધાન હોવાથી આ સમુદાયમાં પુરુષોની સ્થિતિ કફોડી છે. ઘરના નાના મોટા બધા જ સામાજિક નિર્ણયો મહિલાઓ જ લે છે.  કોઇ સમસ્યા હોયતો તેના ઉકેલ માટે મહિલાઓએ પુરુષોની સંમતિ લેવાની જરુર પડતી નથી, પિતૃકો દ્વારા મળતી સંપતિ અને વારસો માત્ર મહિલાઓને જ મળે છે.સંતાનો પોતાના પિતા નહી પરંતુ માતાના નામથી જ ઓળખાય છે. લગ્નએ આ સમુદાયના લોકોનો સૌથી મોટો પ્રસંગ છે. આ વંશના લોકોની પરંપરા મુજબ લગ્ન પછી પુરુષોએ સાસરે જવું પડે છે.પતિ જાણે કે ઘરનો મહેમાન હોય એવી રીતે રાખવામાં આવે છે. પતિએ પરીવારના સભ્યો માટે કમાવા ઉપરાંત બાળકોને મોટા કરવાની જવાબદારી પણ ઉઠાવવી પડે છે.આથી ઘણા પુરુષો તો સમુદાય છોડીને શહેરી વિસ્તારમાં આજીવિકા માટે જતા રહે છે. શહેરમાં રહેતા પુરુષો જવાબદારીથી બચવા ખૂબ સમય પછી પોતાના ઘરે જાય તો પણ ઘરેલુ બાબતોમાં કોઇ જ ડખલ કરી શકતા નથી.

 

(7:01 pm IST)