દેશ-વિદેશ
News of Monday, 31st May 2021

શું રસી લેનારા સંક્રમણ ફેલાવી શકે ?

કોરોના કેસની કુલ સંખ્યા કરતા લક્ષ્ણો વગરના દર્દીઓ ત્રણથી ૨૦ ગણા હોઇ શકે

પીટીઆઇઃ અમેરીકાના રોગ નિયંત્રણ કેન્દ્રએ જયારે ૧૩મે ૨૦૨૧ના દિવસે માસ્ક પહેરવા અંગેના પોતાના દિશા-નિર્દેશોમાં ફેરફાર કર્યો હતો. ત્યારે ઘણા અમેરીકાનો ભ્રમની સ્થિતિમાં હતા. હવે સંપૂર્ણપણે રસી મુકાવી લેનાર કોઇપણ વ્યકિત કોઇ સ્થળની અંદર અથવા બહાર નાના કે મોટા કાર્યક્રમોમાં માસ્ક પહેર્યા વગર અથવા સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યા વગર ભાગ લઇ શકે છે.રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય આરોગ્ય સલાહકાર એન્થની ફાઉચીએ કહ્યું કે નવા દિશા-નિર્દેશ વિજ્ઞાનના વિકાસ પર આધારીત છે અનેે અમેરીકાની લગભગ બે તૃત્યાંશ વસ્તી માટે એક પ્રોત્સાહન તરીકે કામ કરે છે. જેમણે એક પણ ડોઝ અત્યાર સુધી નથી મુકાવ્યો પહેલાથી જ બિમાર હોય તેવા લોકોને રસી નથી મુકી શકાઇ. કેન્સર અથવા અન્ય બિમારીઓને કારણે નબળી પ્રતિરોધક સીસ્ટમ્સ વાળા લોકો રસી મુકાવ્યા પછી પણ સંપૂર્ણ પણે સુરક્ષીત નહિ થઇ શકે. ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકો ૧૦મે થી ફાઇઝરની રસી મુકાવી શકે છે.પ્રતિરક્ષા વિજ્ઞાનીઓને આશા છે કે સંક્રમણ રોગ સામે રક્ષણ કરનાર રસી વાયરસને ફેલાવાના દરમાં પણ ઘટાડો કરશે. પણ એ જાણવુ નિશ્ચિત પણે અઘરૂ છે કે રસી મુકાવી ચુકેલ વ્યકિત આ વાયરસને ફેલાવે છે કે નહિ કેટલાક વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોનાના લક્ષણો વગરના દર્દીઓની સંખ્યા સંક્રમણના જાહેર થયેલા કુલ કેસો કરતા ત્રણથી વીસ ગણા વધારે હોઇ શકે છે. રીસર્ચરોનું કહેવુ છે કે લક્ષણો વગરના  અથવા હળવા લક્ષણો વાળા દર્દીઓ કુલ સંક્રમણના ૮૬ ટકા માટે જવાબદાર હોઇ શકે છે. જો કે અન્ય અભ્યાસોમાં આ તારણ એવુ છે કે રસી મુકાવેલ વ્યકિતને સંક્રમણ થવાની શકયતા રસી ન મુકાવનાર કરતા ૨૫ ગણી ઓછી છે.

(4:35 pm IST)