વિયેતનામમાં કોરોના વાઇરસનો એક અનોખો વેરિએંટ સામે આવ્યો
નવી દિલ્હી: વિયેટનામમાં કોરોના વાઈરસનો એક જુદા જ પ્રકારનો ભિન્ન સ્વરૂપનો વેરીએન્ટ મળી આવ્યો છે જેની બેહદ ખતરનાક હાઈબ્રીડ તરીકે ઓળખ કરાઈ છે. જે ભારત અને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસનું મિશ્રીત રૂપ છે. આ વેરીએન્ટ હવામાં ઝડપથી ફેલાય છે.વિયેટનામના સ્વાસ્થ્ય મંત્રી વિએન થા લાંગે શનિવારે જણાવ્યુ હતું કે આ નવો વેરીએન્ટ ખૂબ જ ખતરનાક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નવો વેરીએન્ટ પહેલાવાળાની સરખામણીમાં વધારે સંક્રામક છે અને હવામાં ઝડપથી ફેલાય છે નવા દર્દીઓની તપાસ બાદ આ નવો વેરીએન્ટ બહાર આવ્યો છે. આ વાઈરસનો જિનેટીક કોડ ટુંક સમયમાં ઉપલબ્ધ થશે. ડબલ્યુએચઓ હાલમાં વિયેટનામના દાવાનું આકલન કરી રહ્યું છે. થા લોંગે જણાવ્યું હતું કે કોરોનાનું આ હાઈબ્રીડ સ્વરૂપ વિયેટનામની 63 નગરપાલિકાઓ અને 30 પ્રાંતમાં દરવાજે ટકોરા દઈ ચૂકયુ છે. દેશમાં હાલમાં કોરોના કેસોમાં જબરજસ્ત ઉછાળા માટે પણ તેને જ જવાબદાર માનવામાં આવે છે. દેશમાં મેની શરૂઆત સુધીમાં કોરોનાના 3100 દર્દીઓ બહાર આવ્યા હતા.