દેશ-વિદેશ
News of Monday, 31st May 2021

ઓએમજી......કેનેડામાં એક શાળાના પરિસરમાંથી 215 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર

નવી દિલ્હી: કેનેડાની એક શાળાના પરિસરમાંથી 215 બાળકોના મૃતદેહ દફનાવેલા મળી આવ્યા હતા. તેમાં કેટલાક મૃતદેહ તો માત્ર 3 વર્ષ સુધીની ઉંમરના બાળકોના છે. એક સમયે શાળા કેનેડાની સૌથી મોટી આવાસીય વિદ્યાલય ગણાતી હતી. એક અધિકારીના કહેવા પ્રમાણે જમીનભેદી રડારની મદદથી ગત સપ્તાહે મૃતદેહોની ભાળ મેળવવામાં આવી હતી. વધુમાં હજુ અનેક મૃતદેહ મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી કારણ કે શાળા પરિસરમાં અનેક સ્થળે તપાસ હજુ પણ બાકી છે.

અધિકારીએ જણાવ્યું કે, કૈમલૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કુલમાં જે ક્ષતિ થઈ છે તેના વિશે વિચારી પણ શકાય. ટ્રૂથ એન્ડ રિકન્સિલિએશન કમિશને 5 વર્ષ પહેલા સંસ્થામાં બાળકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતોતેમાં જણાવ્યું હતું કે, દુર્વ્યવહાર અને બેદરકારીના કારણે ઓછામાં ઓછા 3,200 બાળકોના મોત થયા છે. તેમાં કૈમલૂપ્સ શાળામાં 1915થી 1963 દરમિયાન ઓછામાં ઓછા 51 બાળકોના મોત થયા હતા.

 

(6:10 pm IST)