દેશ-વિદેશ
News of Monday, 31st May 2021

સાઉદી અરબી 11 દેશોના નાગરિકોની યાત્રા પરથી પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હી: સાઉદી અરેબ ગઈકાલે રવિવારથી 11 દેશોનાં નાગરિકોની યાત્રા પરથી પ્રતિબંધ હટાવ્યો છે. જોકે ભારતીયો પર બના યથાવત છે. પ્રતિબંધ કોરોના વાયરસ ફેલાતો રોકવા લગાવાયો હતો. જોકે 11 દેશોનાં નાગરિકોએ સાઉદી અરબની યાત્રા વખતે કોરોન્ટાઈન પ્રક્રિયાનું પાલન કરવુ પડશે. સાઉદી અરબે હજુ ભારત સહીત 9 દેશોનાં નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે.તેમાં યુએઈ, જર્મની, અમેરિકા, આયર્લેન્ડ, ઈટલી, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગડમ, સ્વીડન, સ્વીટઝરલેન્ડ, ફ્રાન્સ, અને જાપાન સામેલ છે.

મહામારીને ધ્યાનમાં 11 દેશોના સંક્રમણને ફેલાતુ રોકવા ઉઠાવવામાં આવેલા કારગત પગલાના ભાગરૂપે ફેસલો કરાયો હતોસાઉદી અરબે જે 9 દેશોના નાગરીકોની યાત્રા પરથી પ્રતિબંધ નથી હટાવ્યો તેમાં ભારત, પાકિસ્તાન, બ્રાઝીલ, આર્જેન્ટીના, તૂર્કી, દક્ષિણ આફ્રિકા, લેબનોન, મિસર (ઈજીપ્ત) અને ઈન્ડોનેશીયા સામેલ છે.

(6:10 pm IST)