દેશ-વિદેશ
News of Saturday, 31st July 2021

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાતા લોકોને વધારે સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી

નવી દિલ્હી: કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને લઈને અમેરિકી સરકારના એક રિપોર્ટમાં ડરાવી મૂકે તેવી ચેતવણી અપાઈ છે. આ રિપોર્ટમાં લખ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટ વાયરસના અન્ય તમામ વેરિઅન્ટની તુલનામાં વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એ પણ દાવો કરાયો છે કે ડેલ્ટા વેરિઅન્ટ શીતળાની જેમ સરળતાથી ફેલાઈ શકે છે. અમેરિકી હેલ્થ ઓથોરિટીના એક ગુપ્ત દસ્તાવેજમાં કહેવાયું છે કે રોગ નિયંત્રણ અને અટકાવ કેન્દ્ર(સીડીસી)ના દસ્તાવેજમાં અપ્રકાશિત આંકડાના આધાર પર ઉલ્લેખ કરાયો છે કે રસીના તમામ ડોઝ લઈ ચૂકેલાં લોકો પણ રસી નહીં લેનાર લોકો જેટલો જ ડેલ્ટા સ્વરુપનો ફેલાવો કરી શકે છે.સૌથી પહેલાં ભારતમાં ડેલ્ટા સ્વરુપની ઓળખ કરવામાં આવી હતી.
સૌથી પહેલાં ધ વોશિંગ્ટન પોસ્ટના આ દસ્તાવેજના આધાર પર રિપોર્ટ પ્રકાશિત કરાઈ હતી. સીડીસીના ડાયરેક્ટર ડો.રોશેલ પી વાલેંસ્કીએ મંગળવારે સ્વીકાર્યું કે રસી લઈ ચૂકેલાં લોકોના નાક અને ગળામાં વાયરસની ઉપસ્થિતિ એ રીતે રહે છે, જેમ કે રસી નહીં લેનાર લોકોમાં. આંતરિક દસ્તાવેજમાં વાયરસના આ સ્વરુપના કેટલાક ગંભીર લક્ષણોની તરફ ઈશારો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ડેલ્ટા સ્વરુપ, એવા વાયરસની તુલનામાં વધુ ફેલાય છે, જે મર્સ, સાર્સ, ઈબોલા, સામાન્ય શદી, સિઝનલ તાવ વગેરના કારણ બની શકે છે અને શીતળાની જેમ ચેપગ્રસ્ત બની શકે છે.

 

(4:21 pm IST)