દેશ-વિદેશ
News of Monday, 31st August 2020

બ્રિટનનું સૌથી મોટું ૩.૧૨ કિલોનું ટમેટું

માળીએ ૧૮ ઇંચનો પરિદ્ય ધરાવતું મસમોટું ટમેટું ઉગાડયું

લંડન, તા.૩૧: ડગ્લસ સ્મિથ નામના ૪૨ વર્ષના આ માળીએ ૧૮ ઇંચનો પરિદ્ય ધરાવતું મસમોટું ટમેટું ઉગાડ્યું છે. છોડ આટલા મોટા ટમેટાને ઝીલી શકે એ માટે લેડીઝ લેગિંગ્સની પટ્ટીની દોરી બનાવીને છોડને ટેકો આપ્યો અને આખરે તેની મહેનત ફળી અને ઊગ્યું જબરદસ્ત મોટું ટમેટું. આ ટમેટાનું વજન ૩.૧૨ કિલો છે અને એનો દ્યેરાવો લગભગ ૧૮ ઇંચ છે. આ ટમેટાને બ્રિટનના સૌથી મહાકાય ટમેટાનો ખિતાબ મળ્યો હતો. આ પહેલાંનો રેકોર્ડ પીટર ગ્લેઝબ્રુકના નામે હતો, જેમણે ત્રણ કિલો વજનનું ટમેટું ઉગાડયું હતું.

પોટમાં ઉગાડવામાં આવ્યાં હોવાથી ડગ્લસ સ્મિથનાં ટમેટાં વધુ સુંદર હતાં. એને મહાકાય બનાવવા માટે ડગ્લસે ખાસ મિનેસોટાના લેરી હિલ નામના ઉત્પાદક પાસેથી બિયારણ મેળવ્યું હતું. આ ઉત્પાદકના બિયારણથી મહાકાય શાકભાજી ઊગી શકે છે. સ્મિથે તેના ટમેટાના પ્લાન્ટને લગભગ બે મહિના સુધી દિવસમાં એક વાર પ્રવાહી સિવિડ સાથે ભળેલું પાણી સીંચ્યું હતું.

(4:11 pm IST)