દેશ-વિદેશ
News of Monday, 31st August 2020

ચીનમાં શરૂ કરવામાં આવ્યો 'ક્લીન યોર પ્લેટ્સ કૅમ્પેન'

નવી દિલ્હી: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે મહિને 2013ના 'કલીન યૉર પ્લેટ્સ કૅમ્પેન'નો નવો તબક્કો શરૂ કરાવ્યો છે અને લોકોને ભોજનનો વ્યય કરવા કહ્યું છે. ઉપરાંત તેમણે ઓછા ખર્ચને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી છે. ચીનના સરકારી સમાચારપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર જિનપિંગે ભોજનના વ્યયને 'આશ્ચર્યમાં મૂકનારો અને નિરાશાજનક' ગણાવતા મુદ્દા ઉપર જાગૃતિ ફેલાવવા કહ્યું છે.

                ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN)જિનપિંગના હવાલાથી કહ્યું છે, "ચીને અનેક વર્ષોથી બમ્પર ઉત્પાદન કર્યું છે, પરંતુ હજુ પણ ખાદ્યસુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કોવિડ-19ની અસર આપણા માટે ચેતવણી જેવી છે." શી જિનપિંગના નિવેદન પછી એમને અનુસરતા અલગ-અલગ મંચો ભોજનનો વ્યય કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા લાગ્યા છે. સરકારી મીડિયાના અભિયાનો બાદ વિશ્લેષકોનાં મનમાં આશંકા ઊભી થઈ છે કે શું આની આડમાં ચીનમાં ખાદ્યસંકટની વાતને છુપાવવામાં આવી રહી છે?

(6:41 pm IST)