દેશ-વિદેશ
News of Monday, 31st August 2020

કોરોના વાઇરસની મહામારી વચ્ચે સાઉદી અરેબિયાને હાથ લાગ્યો સૌથી મોટો ખજાનો

નવી દિલ્હી: કોરોના વાઇરસની મહામારી વચ્ચે સાઉદી અરબને મોટો ખજાનો હાથ લાગ્યો છે. સાઉદી અરબની સરકારી તેલ કંપની સઉદી અરામકોને ઉત્તર ભાગમા બે નવા તેલના અને ગેસના ભંડાર મળ્યા છે. સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અજીજએ ઓફિશ્યલ પ્રેસ એજન્સીના માધ્યમથી જાણકારી આપી છે.અલ-જઉફ વિસ્તારમા આવેલા ગેસ ભંડારને હદબતએ અલ-હજારા ગેસ ફિલ્ડ અને ઉત્તર સીમાના વિસ્તારોમા તેલ ભંડારને અબરાક અલ તાલુલના નામ આપવામા આવ્યા છે. પ્રિન્સ અબ્દુલ અજીજએ પ્રેસ એજન્સી એસપીએ સાથેની વાતચીતમા જણાવ્યુ કે, હદબત અલ-હજારા ફઇલ્ડના અલ સરાર રિજરવાયરએ 16 મિલિયન ક્યૂબિક ફિટ પ્રતિદિનના દરથી પ્રાકૃતિક ગેસ કાઢે છે અને તેમની સાથે વર્ષ 1944 બેરલ કન્ડેનસેટ્સ પણ કાઢયુ છે.

(6:43 pm IST)