Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા દિલ્હી કોંગ્રેસની માંગ

દિલ્હી કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પાસ કર્યો : પ્રદેશ પ્રમુખ અનિલ ચૌધરીએ કહ્યું રાહુલજી એકમાત્ર એવા નેતા જે કોંગ્રેસ કાર્યકરોને સતત પ્રેરણા આપે છે

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા દિલ્હી કોંગ્રેસે માંગ ઉઠાવી છે,

 દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ ચૌધરીએ આ અંગે કહેલ કે રાહુલજી એકમાત્ર એવા નેતા છે કે જેઓ કોંગ્રેસ કાર્યકરોને સતત પ્રેરણા આપી રહ્યાં છે, ખેડૂતોના પ્રશ્નોથી લઈને જીએસટીના દુષ્પરિણામો સુધી તેમના તમામ કથનો સાચા પડી રહ્યા છે,તેમણે તેમના નેતૃત્વની ક્ષમતા બતાવી દીધી છે, તેથી તેમને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવાય તે માટેનો ઠરાવ પસાર કર્યો છે

(12:00 am IST)