Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વાયુસેનાની વધશે તાકાત : ઇન્ડિયન એરફોર્સ 114 મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાની તૈયારીમાં

એયરો ઇન્ડિયા શોમાં ડીલ નક્કી થશે : ડીલની અંદાજીત કિંમત 1.3 લાખ કરોડ રુપિયા હશે

નવી દિલ્હી: પાકિસ્તાન અને ચીન જેવા પડોસી દેશો સાથે સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે ઇન્ડિયન એરફોર્સ એ પોતાના ક્ષમતા વધારવાના યોજના પર કાર્યરત છે. હાલમાં જ મોદી મંત્રીમંડળે 83 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી હતી. જે અંગે એયરો ઇન્ડિયા શોમાં ડીલ નક્કી થાય એવી આશા છે. હવે એરફોર્સ 114 મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ ડીલની અંદાજીત કિંમત 1.3 લાખ કરોડ રુપિયા હશે.

એરફોર્સ એ માટે ટેન્ડર માટે રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન-RFI જારી કરી હતી જેના જવાબમાં અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને સ્વીડનની ફાઇટર જેટ બનાવતી કંપનીઓએ રસ દાખવ્યો હતો. આ ડીલ હેઠળ મોટી સંખ્યામાં 4.5 જેનરેશનના એવા અત્યાધુનિક એરક્રાફ્ટ ખરીદવામાં આવશે જે હાલમાં જ ખરીદેલા રાફેલ ફાઇટર જેટની ક્ષમતા જેટલા જ સક્ષમ હશે.

જોકે ખાસ મુદ્દો એ છે કે, 114 એરક્રાફ્ટ મેડ ઇન ઇન્ડિયા હશે અને વિદેશી કંપનીઓ ઇન્ડિયન પાર્ટનર સાથે માત્ર ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. જેનાથી ડિફેન્સ સેક્ટર આત્મનિર્ભર બનાવવાના ઉદેશમાં મદદ મળી શકે, એરફોર્સે 4 વર્ષ દરમિયાન 119 એરક્રાફ્ટની ડીલ ફાઇનલ કરી હતી.

(12:00 am IST)