Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દેશના 72.1 ટકા લોકોએ માન્યું મોદી વડાપ્રધાન બન્યા બાદ મોંઘવારી વધી : સર્વેમાં મોટો ખુલાસો

સર્વેક્ષણ માટે ફીલ્ડવર્ક જાન્યુઆરી 2021ના ત્રીજા-ચોથા સપ્તાહમા કરાયો હતો

નવી દિલ્હી : દેશના ત્રણ ચતુર્થાંશ લોકોનું માનવું છે કે નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ મોંઘવારી  નિયંત્રણમાં નથી. આઈએએનએસ-સીવોટર બજેટ ટ્રેકરથી આ જાણકારી મળી છે. પીએમ મોદીના કાર્યકાળમાં આ ઉચ્ચ ટકાવારી છે, જે હેઠળ 72.1 ટકા લોકો તે માને છે કે મોંઘવારી વધી છે, જ્યારે 2015માં માત્ર 17.1 ટકા લોકો આ અનુભવ કરતા હતા.

2020મા માત્ર 10.8 ટકા લોકોએ કહ્યુ કે, કિંમતોમાં ઘટાડો થયો છે, જ્યારે 12.8 ટકાએ કહ્યું કે, કંઈ ફેરફાર થયો નથી. પોલની સેમ્પલ સાઇઝ 4 હજારથી વધુ છે અને સર્વેક્ષણ માટે ફીલ્ડવર્ક જાન્યુઆરી 2021ના ત્રીજા-ચોથા સપ્તાહમાં કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણનો વિષય કેન્દ્રીય બજેટથી આશા છે.

 

સર્વેમાં એક સવાલ પર 72.1 ટકા લોકોએ કહ્યું કે મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ મોંઘવારી કાબુમાં નથી અને કિંમતો વધી ગઈ છે. 2015 બાદથી મોંઘવારીના મોર્ચા પર મોદી સરકાર માટે આ વખતે સૌથી ઓછો સ્કોર છે

2015માં આ આંકડો માત્ર 17.1 ટકા હતો, 2016માં 27.3 ટકા, 2017માં 36.8 ટકા, 2018માં 56.4 ટકા અને 2019માં 48.8 ટકા હતો. સર્વે કેન્દ્રીય બજેટની પૂર્વ સંધ્યાપર આર્થિક ચિંતાઓને પ્રદર્શિત કરે છે

કોરોનાને કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે બેરોજગારી અને ઘટતી આવક લોકો માટે ચિંતાનો વિષય બની છે. 

(12:00 am IST)