Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ખેડૂત આંદોલન: અકાલીદળના નેતા સુખબીર બાદલ પણ ગાજીપુર બોર્ડર પહોંચ્યા : રાકેશ ટિકૈતને મળ્યા

બાદલે ગાજીપુર બોર્ડર પર પહોંચીને ખેડૂત આંદોલનના સમર્થન આપ્યું

ખેડૂત પ્રદર્શન માટે ગાજીપુર બોર્ડરે એક નવી લહેર ઉભી કરી છે. જેથી તો વિપક્ષી નેતાઓ પ્રતિદિવસે શુક્રવાર પછી સતત ખેડૂત પ્રદર્શનમાં પહોંચી રહ્યાં છે. હવે રવિવારે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગાજીપુર બોર્ડર પર પહોંચીને ખેડૂત આંદોલનના સમર્થન આપ્યું અને ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી હતી. અકાલી દળે ખેડૂત કાનૂનોના વિરોધમાં એનડીએ સાથે છેડો ફાડી નાંખ્યો હતો

આ આંદોલને રવિવારે કુલ 67 દિવસ થઈ ગયા. સ્થિતિ તે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતુ કે, જો ખેડૂત કૃષિ મંત્રીએ આપેલા પ્રસ્તાવ પર ખુશ છે તો સરકાર તરત જ વાતચીત માટે તૈયાર છે. અત્યાર સુધી 11 રાઉન્ડની વાતચીત ખેડૂત અને સરકાર વચ્ચે થઈ ચૂકી છે પરંતુ કોઈ પરિણામ નિકળી શક્યું નથી.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું છે, “અમે પ્રેશરમાં કરાર કરીશું નહીં, ધરપકડ કરાયેલા અમારા ખેડૂત ભાઈઓને છોડવામાં આવે અને ચીજો સુવ્યવસ્થિત થઈ જશે, ત્યારે અમે સરકાર સાથે વાત કરીશું.”

(9:21 am IST)