Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેટને નિયંત્રણમાં લાવવા સરકાર ગાઇડલાઇન્સ જાહેર કરશે : પ્રકાશ જાવડેકર

મિર્ઝાપુર, તાંડવ સહિત ઘણી બધી વેબ સીરીઝને લઇને કરાયેલ વિરોધ બાદ સરકારનું સખ્ત વલણ

નવી દિલ્હી :એક તરફ ઓટીટી પ્લેટફોર્મ્સ દ્રારા દર્શક ભરપૂર મનોરંજનનો મજા માણી રહ્યા છીએ તો બીજી તરફ સરકાર ઘણી બધી ફરિયાદોને ધ્યાનમાં રાખી ઓટીટી પ્લેટફોર્મ્સ અને તેના કંટેન્ટ પર લગામ લગાવાની તૈયારીમાં પણ છે. તેનાપર લાંબા સમયથી ડિબેટ ચાલી રહી હતી. મિર્ઝાપુર, તાંડવ સહિત ઘણી બધી વેબ સીરીઝને લઇને કરવામાં આવેલા વિરોધ બાદ સરકારે પણ હવે સખત વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે અને જલદી જ ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેટને નિયંત્રણમાં લાવવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે - ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થયેલી કેટલીક સીરીયલ્સને લઇને અમે ઘણી બધી ફરિયાદો મળી છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થનાર ફિલ્મો અને સીરિયલ્સ પ્રેસ કાઉન્સિલ એક્ટ, કેબલ ટેલીવિઝન નેટવર્ક એક્ટ અને સેન્સર બોર્ડની ગાઇડલાઇન્સના દાયરામાં આવતી નથી. અમે તેનાપર જલદી જ કેટલીક નવી ગાઇડલાઇન્સ લઇને આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઇ કેટલીક વેબ સીરીઝ પર યૂપીના લખનઉ, ગ્રેટર નોઇડા, શાહજહાંપુર સહિત મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ લોકોએ આપત્તિ વ્યક્ત હતી અને એફઆઇઆર નોંધાવવામાં આવી હતી

 
(12:00 am IST)