Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આખો દેશ ત્રિરંગાને પ્રેમ કરે છે, જેણે ત્રિરંગાનું અપમાન કર્યું સરકાર તેને પકડે: રાકેશ ટિકૈત

મન કી બાત કાર્યક્રમમાં ત્રિરંગાના અપમાનને લઈને પીએમ મોદીના નિવેદન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અમે ક્યારેય રાષ્ટ્ર ધ્વજનું અપમાન નહીં થવા દઈએ.

નવી દિલ્હી : મન કી બાત કાર્યક્રમમાં ત્રિરંગાના અપમાનને લઈને પીએમ મોદીના નિવેદન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ત્રિરંગો ફક્ત વડાપ્રધાન મોદીનો છે? આખો દેશ ત્રિરંગાને પ્રેમ કરે છે, જેણે ત્રિરંગાનું અપમાન કર્યું સરકાર તેને પકડે.

 ગણતંત્ર દિવસના અવસરે લાલ કિલ્લામાં થયેલા ઉપદ્રવને લઈને વડાપ્રધાન મોદીએ રવિવારે પ્રતિક્રિયા આપી. તેમણે 'મન કી બાત'માં કહ્યું કે દિલ્હીમાં 26 જાન્યુઆરીના તિરંગાનું અપમાન જોઇ, દેશ ખૂબ જ દુઃખી થયો. લાલ કિલ્લા પર પ્રદર્શનકારી ખેડૂતોએ પોતાના ઝંડા લહેરાવ્યા હતા. તે પણ બરાબર એ જ જગ્યાએ જ્યાં દરવર્ષે 15 ઑગસ્ટના વડાપ્રધાન તિરંગો ફરકાવે છે. આ સિવાય ઐતિહાસિક ઇમારતમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

ટિકૈતે કહ્યું કે 26 જાન્યુઆરીના જે કંઇપણ થયું, તે એક ષડયંત્રનું પરિણામ હતું. ટિકૈતે કહ્યું કે આની વ્યાપક તપાસ થવી જોઇએ. ખેડૂત નેતાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે ત્રિરંગો સૌથી ઉપર છે. અમે ક્યારેય રાષ્ટ્ર ધ્વજનું અપમાન નહીં થવા દઈએ. હંમેશાં તેને ઉપર રાખશું. આ સહન નહીં કરવામાં આવે

(12:00 am IST)