Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ટ્રેક્ટર પરેડમાં હિંસા પર દિલ્હી પોલીસના દરોડા શરૂ : લાલકિલામાં પહોંચી ગુજરાતની FSL ટીમ

ટીમે બ્લડ સેમ્પલ, ફિંગર પ્રિન્ટ વગેરે જેવા પુરાવા એકત્ર કર્યાં

નવી દિલ્હી : ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં આઈટીઓ પર પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી ત્યારે આંદોલનકારીનું એક જૂથ લાલકિલ્લા પરિસરમાં દાખલ થયું હતું અને પોતાનો ઝંડો ફરકાવી દીધો હતો તેમાં 80 કરતા વધારે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા

આ કેસની તપાસ માટે રવિવારે ગુજરાતની ફોરેન્સિક એફએસએલની ટીમ લાલકિલ્લામાં પહોંચી હતી અને તપાસનો પ્રારંભ કર્યો હતો. 6 સભ્યોની આ ફોરેન્સિક ટીમે હાલમાં દિલ્હીમાં છે. દિલ્હીમાં એક મહિલા અધિકારી પણ સામેલ છે. ટીમે પહેલા આઈટીઓ હિંસાવાળા સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ લાલકિલ્લા તરફ ગઈ હતી.

શનિવારે પણ ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમે લાલકિલ્લા પહોંચીને નમૂના એકત્રિત કર્યાં હતા. ટીમે બ્લડ સેમ્પલ, ફિંગર પ્રિન્ટ વગેરે જેવા પુરાવા એકત્ર કર્યાં હતા.

(12:00 am IST)