Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

નવાઝ શરીફના અલકાયદાના આંતકી ઓસામા બિન લાદેન સાથે કથિત સંબંધોના ખુલાસા બાદ પાસ્તિાનમાં હોબાળો મચી ગયો છે

પાકિસ્તાની ડિપ્લોમેટના દાવાથી વિવાદ નવાઝ શરીફને ફંડિંગ કરતો હતો લાદેન

ઈસ્લામાબાદ,તા. ૧: નવાઝ શરીફના અલકાયદાના આંતકી ઓસામા બિન લાદેન સાથે કથિત સંબંધોના ખુલાસા બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. હકિકતમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહેલા આબિદા હુસૈને દાવો કર્યો હતો કે ઓસામા બિન લાદેનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું સમર્થન અને ફંડિંગ કર્યું હતું. આ ખુલાસા બાદ લંડનમાં રહેતા નવાઝ શરીફ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના નિશાના પર છે.

પાકિસ્તાનની એક ખાનગી ચેનલ સાથે ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનની ભૂતપૂર્વ રાજદૂત આબિદા હુસૈને કહ્યું હતું કે, ઓસામા બિન લાદેને એક સમયે નવાઝ શરીફનું સમર્થન કર્યું હતું. ઓસામા નવાઝ શરીફને ફાઈનાન્સ પણ કરતો હતો. આબિદાએ જણાવ્યું હતું કે એક સમયે ઓસામા બિન લાદેન અમેરિકા સહિત તમામ લોકો વચ્ચે લોકપ્રિય હતો. તેને ઘણા દેશોમાં પસંદ કરવામાં આવતો હતો પરંતુ બાદમાં એકદમથી અજાણ્યો બનાવી દીધો હતો.

આબિદા હુસૈન પાકિસ્તાનના જાણીતા રાજનેતા અને ડિપ્લોમેટ છે. તેઓ નવાજ શરીફના ઘણા નજીકના વ્યકિતઓમાં સામેલ છે. પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન નવાઝ શરીફે આબિદા હુસૈનના ચૂંટણી હાર્યા બાદ અમેરિકામાં પાકિસ્તાનના ડિપ્લોમેટ બનાવ્યા હતા. બાદના કાર્યકાળમાં શરીફે આબિદા હુસૈનને પોતાની કેબિનેટમાં પણ સામેલ કર્યા હતા.

તેમણે ખુલાસો કર્યો હતો કે અમેરિકામાં ડિપ્લોમેટ હતા તે દરમિયાન તેમની મોટા ભાગની વાતચીત તે સમયે રાષ્ટ્ર પ્રમુખ રહેલા ગુલામ ઈશાક ખાન સાથે થતી હતી. પાકિસ્તાના રાષ્ટ્ર પ્રમુખે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી આબિદાને અમેરિકાના અધિકારીઓને વાતચીતમાં વ્યસ્ત રાખવાનું કામ સોંપ્યુ હતું.

(10:05 am IST)