Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પંજાબ -હરિયાણા હાઇકોર્ટનો ચુકાદો

પતિની હત્યા કરી હોય તો પણ પત્ની ફેમિલી પેન્શનની હકદાર

બલજીતકૌર હત્યા કેસમાં દોષિત હતી : સોનાનું ઇંડુ આપતી મરઘીને કોઇ કાપે નહીં, ફેમિલી પેન્શન એ તો પરિવારની આર્થિક સહાયતા માટે હોય છે : કોર્ટ

ચંદીગઢ, તા. ૧: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ફેમીલી પેન્શન માટે એક ખુબ જ મહત્ત્।વનો ચૂકાદો આપ્યો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે ભલે પતિની હત્યા પત્નીએ કરી હોય તો પણ તેને ફેમિલી પેન્શનથી વંચિત રાખી શકાય નહીં.

બલજીત કૌર વિરૂધૃધ હરિયાણા રાજય કેસમાં હાઇકોર્ટે ૨૫ જાન્યુઆરીએ આ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે ચૂકાદો આપતી વખતે ટીપ્પણી કરી હતી કે ોકઇ પણ વ્યકિત સોનેરી ઇંડુ આપતી મરઘીને કાપે નહીં. જો કોઇ પત્નીએ પોતાના પતિનની હત્યા કરી દીધી હોય તો પણ તે ફેમિલી પેન્શનની હકદાર બને છે.

વાસ્તવમાં ફેમિલી પેન્શન સરકારી કર્મચારીના મૃત્ય પછી તેના પરિવારને િઆર્થક સહાયતા પુરી પાડવા માટેની યોજના છે.આ પૈસાથી પત્ની આૃથવા પરિવાર પોતાનું ભરણપોષણ કરી શકે છે.

આ કેસમાં પત્ની હત્યામાં દોષિત સાબીત થઇ હોવા છતાં તેને પેન્શન મળવી જોઇએ.આ કેસની વિગત મુજબ અંબાલામાં રહેતી બલજીત કૌરે સરકારના એ આદેશને પડકાર્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પતિની હત્યાના કેસમાં દોષિત ઠરી હોવાથી હરિયાણા સરાકરની  તેમને ેપેન્શન ના અપાય.

બલજીત કૌરને સજા થતાં સરકારે તેમની પેન્શન રોકી દીધી હતી. બલજીત કૌરના પતિ તરસેમ સિંહની ૨૦૦૮માં હત્યા થઇ હતી અને વર્ષ ૨૦૦૯માં બલજીત વિરૂધ્ધ હત્યાનો કેસ દાખલ કરાયો હતો.

૨૦૧૧માં બલજીત કૌરને હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી. જો કે ૨૦૧૧ સુધી બલજીત કૌરને પેન્શન મળતી હતી, પરંતુ દોષિત ઠેરવ્યા પછી સરકારે પેન્શન બંધ કરી હતી.કેસ ચાલ્યા પછી પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે સરકારના આદેશને ફગાવી કૌરને બાકીની રકમ પણ ચૂકતે કરવા આદેશ કર્યો હતો.

કોર્ટે હરિયાણા સરકારને આદેશ કરતા કહ્યું હતું કે તમારો આદેશ નિયમોથી વિપરિત છે. પત્નીને સીીસએસ (પેન્શન) રૂલ્સ ૧૯૭૨ હેઠળ પતિના અવસાન બાદ ફેમિલી પેન્શન મળવી જોઇએ.પત્ની ફેમિલી પેન્શનની હકદાર હોય છે.ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું હતું કે પતિના અવસાન પછી પત્ની બીજા લગ્ન કરે તો પણ તે પેન્શનની હકદાર રહે છે.

(10:07 am IST)