Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બજેટથી પપ્‍પા ખુશ...પુત્ર નારાજ

વેકસીન...ચૂંટણી...ખેડૂતો પર ફોકસઃ વડીલોના હાથમાં લાડુ તો પગારદારોને ડીંગો : ઈન્‍કમટેક્ષ સ્‍લેબમાં કોઈ ફેરફાર નહિઃ ૭૫ વર્ષથી ઉપરના લોકોને આઈટીઆરમાંથી મુકિત મળીઃ ઈલેકટ્રોનિકસ પ્રોડકટ મોંઘી થશેઃ દારૂ સાથે જોડાયેલ ડ્રીન્‍કસમાં સેસનો દર ૧૦૦ ટકા વધારવામાં આવ્‍યોઃ પેટ્રોલ પર ૨.૫૦ રૂા. અને ડીઝલ પર ૪ રૂા. કૃષિ સેસ લગાડવાનું એલાનઃ સોના-ચાંદી પરની કસ્‍ટમડયુટી ઘટાડવામાં આવીઃ વિમા ક્ષેત્રે એફડીઆઈની લીમીટ ૭૪ ટકાઃ કોપર અને સ્‍ટીલમાં ડયુટી ઘટાડવામા આવીઃ ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ આવશેઃ ટેકસ એસેસમેન્‍ટનો ગાળો ઘટાડી ૬ વર્ષથી ૩ વર્ષ કરાયોઃ સસ્‍તા મકાન પર દોઢ લાખ રૂપિયા સુધીની લોન વ્‍યાજમુકત રહેશેઃ મોબાઈલ અને તેના પાર્ટસ મોંઘા થશે

નવી દિલ્‍હી, તા. ૧ :. કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજુ કરેલા બજેટથી પગારદાર વર્ગમાં ઘોર નિરાશા વ્‍યાપી ગઈ છે. આ બજેટમાં ન તો કોઈ ટેકસ છુટની જાહેરાત કરવામાં આવી છે અને ન તો ટેકસ સ્‍લેબમાં કોઈ સુધારો કરવામાં આવ્‍યો છે. આ બજેટમાં માત્ર એવા વરિષ્‍ઠ નાગરીકો (સિનીયર સીટીઝન) માટે એક રાહત જાહેર થઈ છે કે જે ૭૫ વર્ષથી ઉપરના હોય તેઓને ઈન્‍કમટેક્ષ રીટર્ન દાખલ કરવામાંથી મુકિત મળી છે. બજેટમાં આયકર છૂટની આશા રાખીને મધ્‍યમ વર્ગ અને પગારદાર વર્ગ બેઠો હતો પરંતુ તેઓને નિરાશા હાથ લાગી છે. બજેટમા જે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી ઈલેકટ્રોનિકસ પ્રોડકટ મોંઘી થશે એટલે કે મોબાઈલ વગેરે મોંઘા થશે. સરકારે દારૂ પણ મોંઘો બનાવી દીધો છે. નાણામંત્રીએ પેટ્રોલ પર ૨.૫૦ અને ડીઝલ પર ૪ રૂા. કૃષિ સેસ લગાવવાનું એલાન કર્યુ છે. જો કે એવુ કહેવાય છે કે આની અસર ગ્રાહકો પર નહી પડે માનવામા આવે છે કે આ સેસ કંપનીઓએ ભરવી પડશે. નાણામંત્રીએ સોના અને ચાંદી પરની કસ્‍ટમ ડયુટી પણ ઘટાડી છે.

નાણામંત્રી સિતારામને ૭૫ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ઈન્‍કમટેક્ષ રીટર્ન ફાઈલીંગમાં રાહતની જાહેરાત કરી છે. હવે આ લોકોએ એટલે કે પેન્‍શનધારકોએ ઈન્‍કમટેક્ષ ભરવો નહી પડે. તેમણે કહ્યુ હતુ કે સરકાર ૭૫ વર્ષથી ઉપરના વડીલો પર પડનારો બોજો ઓછો કરવા જઈ રહી છે. ૭૫ વર્ષથી ઉપરના એવા વડીલો જેમની આવકનો સ્‍ત્રોત માત્ર પેન્‍શન છે તેઓએ હવે ઈન્‍કમટેક્ષ રીટર્ન ભરવો નહિ પડે.

નાણામંત્રીએ આજે જાહેરાત કરી હતી કે ટેકસ એસેસમેન્‍ટનો ગાળો ઘટાડીને ૬ વર્ષથી ૩ વર્ષ કરવામાં આવશે. આનાથી હવે ૩ વર્ષથી જૂના આયકર કેસ ખોલવામાં નહી આવે. તેમણે એનઆઈઆર લોકોને પણ રાહત આપી છે. આ લોકોને ટેકસ ભરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો પરંતુ સરકારે તેમને ડબલ ટેકસ સિસ્‍ટમથી છૂટ આપી છે.

કોપર અને સ્‍ટીલમાં ડયુટીને ઘટાડવામાં આવી છે. સોના-ચાંદીની કસ્‍ટમડયુટી પણ ઘટાડાઈ છે. વિદેશથી કપડાની આયાત મોંઘી થશે. કોટન પર ૧૦ ટકા ડયુટી વધી. કેટલીક લેધર આઈટમોને  કસ્‍ટમડયુટીથી બહાર કાઢવામાં આવેલ છે. ઈન્‍કમટેક્ષની કલમ ૮૦ ઈએ હેઠળ હવે છૂટને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લેવામાં આવેલ લોન પર લાગુ કરવામાં આવશે. સરકારે ઈલેક્‍ટ્રોનીક સામાન મોંઘો કર્યો છે. મોબાઈલ અને તેના ચાર્જર મોંઘા થશે. સ્‍ટીલ અને લોઢાની પ્રોડકટ સસ્‍તી થશે. મોબાઈલ ઉપકરણ પર કસ્‍ટમડયુટી ૨.૫ ટકા રહેશે.

નાણામંત્રીએ ટેકસ ઓડીટની લીમીટ ૫ કરોડથી વધારી ૧૦ કરોડ કરવાનો પ્રસ્‍તાવ કર્યો છે. નાણામંત્રીએ દારૂ સાથે જોડાયેલ પીણાઓમાં સેસનો દર ૧૦૦ ટકા વધાર્યો છે. આનાથી દારૂ મોંઘો થશે.

નાણામંત્રીએ કહ્યુ હતુ કે આ વર્ષે એલઆઈસીનો આઈપીઓ આવશે. ખેડૂતોને તેના પાક માટે એમએસપીથી દોઢઘણી વધી કિંમત આપવામાં આવશે.

નાણાકીય ખાધ ૬.૮ ટકા રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

નાણામંત્રીએ ડાયરેકટ ટેકસ આપનારને બજેટમાં કોઈ રાહત નથી આપી. સરકારે દારૂ, કાબુલી ચણા, મટર, મસુર દાળ વગેરે પર કૃષિ ઈન્‍ફ્રા સેસ લગાવવાની જાહેરાત કરી છે.

(3:25 pm IST)