Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બજેટ પૂર્વે મોંઘવારીનો માર

કોમર્શિયલ બાટલામાં ૧૯૦નો તોતિંગ વધારો

નવી દિલ્‍હી તા. ૧ : મોદી સરકાર તેમના બીજા કાર્યકાળનું ત્રીજુ બજેટ રજુ કરવા જઇ રહી છે. કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ત્રીજીવાર સામાન્‍ય બજેટ રજુ કરશે. સરકારના બજેટની લોકોને અનેક આશાઓ છે પરંતુ દેશના સામાન્‍ય બજેટ પહેલા જ સામાન્‍ય લોકોને મોટો ઝટકો લાગ્‍યો છે. સામાન્‍ય બજેટ ૨૦૨૧-૨૨ પહેલા ઇન્‍ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરના ભાવ વધારી દીધા છે. કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરના ભાવ ૧૯૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર વધારી દીધા છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્‍યો નથી. આજથી નવા દરો લાગુ થશે.

દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટીંગ કંપની ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કોમર્શિયલ ઉપભોકતાઓને મોંઘવારીએ ઝટકો દિધો છે. ૧૯ કિ.ગ્રા.વાળા કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્‍યો છે. બીજી બાજુ રસોઇ ગેસ સિલિન્‍ડર માટે ગ્રાહકોને રાહત આપી છે તે પહેલા ગયા મહિને તેલ માર્કેટીંગ કંપનીએ ઘરેલુ રસોઇ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં બે વારમાં ૧૦૦ રૂા. પ્રતિ સિલિન્‍ડરનો વધારો કરવામાં આવ્‍યો હતો.

(1:37 pm IST)