Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

હેલ્‍થ બજેટ અઢી ગણુ વધારાયું

બજેટમાં આમ આદમીની તબિયતની ખાસ કાળજી : પીએમ આત્‍મનિર્ભર સ્‍વાસ્‍થ્‍ય યોજના સહિતની ગીફટ

નવી દિલ્‍હી તા. ૧ : કોરોના કાળમાં એ વાતની સંભાવના વ્‍યકત કરવામાં આવી હતી કે હેલ્‍થ સેકટરને મોદી સરકાર સરકાર તરફથી કાંઇક ખાસ મળશે. મોદી સરકારે કોરોના અંગે સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્ર માટે બજેટમાં વધુ સુવિધા ઉપલબ્‍ધ કરાવીને એક ખાસ સ્‍કીમ પણ ચલાવી છે. મોદી સરકારે બજેટ દ્વારા આત્‍મનિર્ભર સ્‍વાસ્‍થ્‍ય યોજનાની ભેટ દેશના લોકોને આપી. સ્‍વાસ્‍થ્‍ય બજેટમાં ૧૩૫ ટકાનો વધારો થયો છે અને તેને ૯૪ હજારથી ૨.૩૮ લાખ કરોડ કરવામાં આવ્‍યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આ વખતે આવતા ૬ વર્ષમાં અંદાજે ૬૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેઓએ જણાવ્‍યું કે, તેના હેઠળ પ્રાઇમરી લેવલથી માંડીને ઉચ્‍ચ લેવલ સુધીની સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ પર ખર્ચ કરાશે. નવી બિમારીઓ પર પણ ફોકસ થશે. જે નેશનલ હેલ્‍થ મિશનથી અલગ હશે.

બજેટમાં એલાન કરવામાં અ)વ્‍યું છે કે ૭૫ હજાર ગ્રામીણ હેલ્‍થ સેન્‍ટર ખોલવામાં આવશે. દરેક જિલ્લામાં તપાસ કેન્‍દ્ર, ૬૦૨ જિલ્લામાં ક્રિટીકલ કેર હોસ્‍પિટલ ખુલશે. નેશનલ સેન્‍ટર ફોર ડિસીઝ કંટ્રોલ, ઇન્‍ટીગ્રેટેડ હેલ્‍થ ઇન્‍ફો પોર્ટલને વધુ મજબૂત કરાશે. ૧૭ નવા પબ્‍લિક હેલ્‍થ યુનિટને પણ ચાલુ કરાશે.

સરકારે નેશનલ ઇન્‍સ્‍ટીટયૂટસ ઓફ વર્લ્‍ડ હેલ્‍થ બનાવાની પણ ઘોષણા કરી હતી. એટલું જ નહી ૯ બાયો લેબ પણ નિર્માણ થશે. કોરોનાને ધ્‍યાનમાં રાખીને ચાર ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ વાયરોલોજી પણ બનાવાનું મહત્‍વનું પગલુ ભરાશે.

વધુમાં ઉમેર્યું કે ન્‍યુટીશન પર પણ ફોકસ કરવામાં આવશે. જળજીવન મિશન લોન્‍ચ કરાશે. ૫૦૦ અમૃત શહેરોમાં સેનિટાઇઝેશન પર કાર્ય થશે. સ્‍વચ્‍છતા માટે અંદાજે ૨ લાખ ૮૦ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. શહેરી સ્‍વચ્‍છ ભારત મિશન ૨.૦ પર આવતા ૫ વર્ષમાં એક લાખ ૪૧ હજાર કરોડ ખર્ચ થશે. બે હજાર કરોડનો ખર્ચ સ્‍વચ્‍છ હવા માટે કરાશે.

(1:38 pm IST)