Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વાહન સ્‍ક્રેપ પોલીસીનું એલાન : રસ્‍તા પર જોવા નહિ મળે ૨૦ વર્ષ જુની ગાડી

પ્રદૂષણની સમસ્‍યા દુર કરવા પગલુ

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી નિર્મલા સિતારમને વર્ષ ૨૦૨૧-૨૨નું સામાન્‍ય બજેટ રજુ કર્યું છે. તેઓએ કહ્યું કે જુની કારોને સ્‍ક્રેપ કરવામાં આવશે. તેનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. તેલ આયાત બિલ પણ ઘટશે. ઓટોમેટેડ ફિટનેસ સેન્‍ટર નિર્માણ કરાશે. પ્રાઇવેટ ગાડીને ૨૦ વર્ષ બાદ આ સેન્‍ટરમાં જવું પડશે. તેઓએ કહ્યું કે, પર્સનલ વ્‍હીકલને ૨૦ વર્ષ બાદ અને કોમર્શિયલ વાહનોને ૧૫ વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ સેન્‍ટરે પહોંચાડવા પડશે.

તેનો હેતુ જુની કારોને માર્ગ પરથી હટાવાનો છે. ૧૫ વર્ષથી જુની ગાડીઓ ખૂબ જ ઓછી રીસેલ વેલ્‍યું છે અને તે ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. વ્‍હીકલ સ્‍ક્રેપિંગ પોલીસીની ઘણા સમયથી રાહ હતી. માનવામાં આવી રહ્યું હતું કે, બજેટ ૨૦૨૧માં સ્‍ક્રેપ પોલીસીને મંજુરી આપી દીધી છે.

(1:39 pm IST)