Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સોવેરીન ગોલ્ડ બોન્ડ ખુલ્યો : ઈશ્યુ પ્રાઈઝ ૪૯૧૨ રૂપિયા પ્રતિ ગ્રામ

ઓનલાઇન ચુકવણી કરનારા અને આ બોન્ડની ખરીદી કરનારા રોકાણકારોને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી  : રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ જણાવ્યુ છે કે સોવેરીન ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ પ્રાઈઝ ૪૯૧૨ રૂપિયા -તિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સ્કીમ ૧ ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વચ્ચે સબ્સક્રિપ્શન માટે ખુલો રહેશે.

આરબીઆઈએ કહ્યુ છે કે બૉન્ડના નૉમિનલ વેલ્યૂ ૪૯૧૨ રૂપિયા નક્કી થયો છે.

આરબીઆઈએ જણાવ્યું છે કે ઓનલાઇન ચુકવણી કરનારા અને આ બોન્ડની ખરીદી કરનારા રોકાણકારોને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવા રોકાણકારો માટે આ ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ ૪૮૬૨ રૂપિયા હશે.

આ અગાઉ જારી કરાયેલ Series X ના ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ પ્રાઈઝ ૫,૧૦૪ રૂપિયા પ્રતિ ગ્રામ હતી. આ ઈશ્યૂ ૧૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી આ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો.

૧ ફ્રેબુઆરીથી ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વચ્ચે ખુલવા વાળા બોન્ડની ૧૧ મી સીરીઝમાં મિનિયમ ૧ ગ્રામ અને વધારેતમ ૪ કિલોગ્રામ સોનામાં રોકાણ કરવામાં આવી શકશે. આ રોકાણ સીમા ઈડિવિઝયૂલ રોકાણકારો માટે છે. અહીં HUF વાળા ૪ કિલોગ્રામ સુધી રોકાણ કરી શકશે, જ્યારે ટ્રસ્ટ તેમાં ૨૦ કિલોગ્રામ સુધી રોકાણ કરી શકશે. આ રોકાણ સીમા -તિ વર્ષના આધાર પર લાગૂ થશે.

(4:16 pm IST)