Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોનાને કારણે ટૂરિઝમ ક્ષેત્ર ઠપ્પઃ ૯ લાખ કરોડનું નુકસાન

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજયોને પર્યટકોને આકર્ષવા કમર કસવી પડશે

નવીદિલ્હીઃ કોરોનાની વૈશ્વિક બીમારીએ દેશ-દુનિયાની હાલત ખૂબ જ ગબડી છે ત્યારે હાલ વેકિસન આવવાને કારણે થોડી રાહત મળી છે. ત્યારે લોકડાઉનનાં કારણે પર્યટક વિભાગને મોટો ફટકો પડ્યો છે. સરકારી આંકડા મુજબ દેશમાં ૨૦૧૯માં ૧૪,૧૩,૪૯૫ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી, પરંતુ ૨૦૨૦માં દેશને લગભગ ૯ લાખ કરોડનું નુકશાન થયું છે.

મહત્વનું છે કે ટુરિઝમથી થતી કામાણી પર રાજ્યોનો પણ હક હોય છે, જે હાલ કોરોના મહામારીનાં કારણે એક વર્ષથી ઠપ્પ થઈ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ટૂરિઝમની આવક ઠપ્પ થવાની સૌથી વધુ અસર જોવા મળી છે. જેથી રાજ્યોમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. 

રાજસ્થાનમાં ટુરિઝમ ઉધ્યોગની કમાણી ૫૦ હજાર કરોડથી વધારે છે. જેના કારણે રાજ્યમાં ૨૦ લાખથી વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મળે છે. જ્યારે કોરોનાની વૈશ્વિક બીમારી બાદ ટૂરિઝમ ક્ષેત્રમાં ૯૦ ટકા ઘટાડો જોવા મળ્યો. ૧૯૮૯માં  ટૂરિઝમ ક્ષેત્રને  દરજજો આપવામાં અવાયો હતો. પરંતુ તેમજ ઉધ્યોગ જેવી કોઈ સુવિધા આપવામાં આવી ન હતી.જ્યારે મધ્યપ્રદેશમાં  ટુરિઝમ ઉધ્યોગની કમાણી ૧ લાખ કરોડથી વધારે છે પરંતુ હાલ કોરોના બાદ તેમાં ૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો. પર્યટન વિભાગને કોરોના બાદ પ્રમોટ કરવા અંગે સરકારી વિભાગ દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી . કોરોના બાદ લાખો લોકોની રોજગારી પર અસર જોવા મળી છે. છત્તીસગઢમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ટુરિઝમ સ્પોટ  છે , જેમાં વાર્ષિક ૫૦ થી ૫૫ કરોડની આવક થાય છે રાજ્યમાં ટૂરિઝમ ક્ષેત્રનું બજેટ ૧૦-૧૨ કરોડ નું હોય છે. ટૂરિઝમ ક્ષેત્રમાં વધારો કરવા માટે હાલ પ્રચાર પસાર  પણ શરૂ કરવામાં આવ્યા છે.

(2:54 pm IST)