Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

OTT પ્લેટફોર્મ નિયમન માટે ટુંકમાં ગાઇડલાઇન્સ

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું : કેન્દ્ર સરકારે વેબ સીરીઝ (Web Series)નાં કન્ટેન્ટ અંગે વધતા વિવાદનો સ્થાયી સમાધાન કરવાનો નિર્ણય કર્યો છે

નવી દિલ્હી,તા.૧: કેન્દ્ર સરકારે વેબ સીરીઝનાં કન્ટેન્ટ અંગે વધતા વિવાદનું સ્થાયી સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પ્લેટફર્મ અને ઓનલાઇન સ્ટ્રીમિંગ કન્ટેન્ટનાં નિયમનની વ્યવસ્થા કરવાાં જ રેગ્લુલેશનની ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મંત્રાલય બાદ જલ્દી જ ઓવર ધ ટોપ પ્લેટફર્મ માટે દિશા-નિર્દેશ જાહેર કરશે. કારણ અહીં જોવા મળતી કેલીક સીરીઝ વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ મળી છે. હાલમાં જ તાંડવ વેબ સીરિઝ, મિર્ઝાપૂર વેબ સીરિઝ બાદ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ 'અ સૂટેડબલ બોય' અંગે પણ ઘણો વિવાદ થયો હતો તેનાં વિરુદ્ધ પણ ઘણાં કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

જાવડેકરે મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં કહ્યું કે, અમને ર્ં્ પ્લેટફર્મ પર હાજર કેટલીક વેબ સીરિઝ વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ મળી છે. ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ ફિલ્મ અને સીરિયલ્સ ડિજિટલ સમાચાર પત્ર, કેબલ ટેલીવિજન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ કે સેન્સર બોર્ડનાં દાયરામાં નથી આવતી. જલ્દી જ આ તમામનાં દિશા નિયમ માટે કેટલાંક ખાસ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવશે.

મંત્રી તેમ પણ જાહેરાત કરી છે કે, ૧ફેબ્રુઆરીથી સિનેમાહોલમાં સંપૂર્ણ સીટ ભરવાની અનુમતિ આપવામાં આવી છે. પણ આ સાથે જ કોવિડ ૧૯ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. પ્લેટફર્મ પર સામગ્રીએ હાલમાં વિવાદને જન્મ આપ્યો છે. જેને કારણે વિવાદ થયો તે કાર્યક્રમનાં નિર્માતાઓને લાભ મળી રહ્યો છે.ઉત્તર પ્રદેશનાં લખનઉ, ગ્રેટર નોએડા અને શાહજહાંપુરમાં ત્રણ FIR દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં બે અને કર્ણાટક અને બિહારમાં એક એક FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓછામાં ઓછા ત્રણ અન્ય આપરાધિક મામલા મહારાષ્ટ્ર દિલ્હી અને ચંદીગઢમાં પણ નોંધાયા છે.

(2:53 pm IST)