Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પોતે જ આચરેલ ગેંગરેપનો વિડીયો ૩૦૦ રૂપિયામાં વેચતા પ સગીરો પકડાયા

બદાયુ : પોલીસે ૬ લોકોને ગેંગરેપના વિડીયો વેચતા પકડી પાડયા છે. જેમાંથી પાંચ સગીર છે. ધરપકડ બાદ ખુલાસો થયેલ કે ૩૦ વર્ષની મહિલા સાથે પાંચેય  સગીરોએ ગેંગરેપ કરેલ અને તેનો વિડીયો બનાવેલ. આ કલીપ તેઓ ૩૦૦ રૂપિયામાં વેચી રહયા હતા.

ઘટના ગયા ઓકટોબરની છે. પીડીત દલીત મહિલાએ બદનામીના ડરથી પોલીસમાં ફરિયાદ ન નોંધાવેલ. મહિલા લાકડા વીણવા જંગલમાં ગયેલ ત્યારે તેની સાથે ગેંગરેપ થયેલ. વીડીયો મહિલા વીડીયો ન ઉતારવા વિનંતી કરતી નજરે પડે છે. ઉપરાંત પીડીતાને વળતર માટે જીલ્લા તંત્રને સમગ્ર મામલાની વિગત અપાય છે.

(2:55 pm IST)