Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શેરબજારે બજેટને વધાવ્‍યું: સેન્‍સેકસ-નિફટીનો હાઈજમ્‍પ

સેન્‍સેકસ ૨૧૫૦ તો નિફટી ૬૧૩ પોઈન્‍ટ અપઃ રોકાણકારોએ ૨ કલાકમાં બનાવ્‍યા રૂા. ૪.૩ લાખ કરોડ : તમામ સેકટર ગ્રીન ઝોનમાં: દિગ્‍ગજ શેરોમાં લેવાલી નિકળીઃ રોકાણકારો ખુશ

મુંબઈ, તા. ૧ :. શેરબજારમાં આજે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાણામંત્રીએ આજે જાહેર કરેલા બજેટથી શેરબજારમા ભારે ઉત્‍સાહનો માહોલ છે અને સેન્‍સેકસ તથા નિફટીએ હાઈજમ્‍પ લગાવ્‍યો છે.

આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૨૧૫૩ પોઈન્‍ટ વધીને ૪૮૪૪૧ અને નિફટી ૬૧૩ પોઈન્‍ટ વધીને ૧૪૨૪૭ ઉપર ટ્રેડ કરે છે. બજારમાં ચોતરફા લેવાલીનો માહોલ છે.

નાણામંત્રીએ હેલ્‍થકેર, ઓટો અને કેપીટલ એકસપેન્‍ડીચર માટે અનેક જાહેરાતો કરી જે શેરબજારને ભાવી ગઈ છે અને બજાર ૩ ટકા ઉંચુ ચડયુ અને રોકાણકારોએ થોડા જ કલાકોમાં ૪.૩ લાખ કરોડ કમાઈ લીધા હતા.

ઈન્‍ડસ બેન્‍ક ૯૫૨, આઈસીઆઈસીઆઈ ૫૯૬, બજાજ ફિન ૯૬૧૧, એસબીઆઈ ૩૦૮, લાર્સન ૧૪૪૬, આઈઆઈએફએલ હોલ્‍ડીંગ ૧૭૬, સુંદરમ ૩૭૮૦, શ્રીરામ સીટી ૧૧૪૬, એનસીસી ૬૫, ચોલા મંડલ ૪૪૦, એપટેક ૧૯૭, આઈડીબીઆઈ ૩૦ ઉપર ટ્રેડ કરે છે.

 

(3:28 pm IST)