Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આયાત ડયુટી ઘટતા સોનામાં ૮૦૦રૂ.નો કડાકોઃ ચાંદીમાં ૩૬૦૦ રૂ.નો ઉછાળો

સોનાના ભાવ ઘટીને પ૦૪પ૦ રૂ. અને ચાંદીના ભાવ વધીને ૭૩૦૦૦ રૂ. થયા

રાજકોટ તા. ૧ :.. કેન્દ્ર સરકારે બજેટમાં સોનામાં આયાત ડયુટી ઘટાડતા સોનાના ભાવમાં કડાકો બોલી ગયો હતો. જો કે, ચાંદીમાં તેજીનો તરખાટ જોવા મળ્યો હતો.

કેન્દ્ર સરકારે બજેટમાં સોનામાં આયાત ડયુટી ઘટાડવાની જાહેરાત કરતા સોનામાં બપોર ર વાગ્યે ૧૦ ગ્રામે ૮૦૦ રૂ. ઘટી ગયા હતાં. સોનુ સ્ટાર્ન્ડડ (૧૦૦ ગ્રામ) ના ભાવ પ૧રપ૦ રૂ. હતા તે ઘટીને પ૦૪પ૦ રૂ. થઇ ગયા હતાં. જયારે સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૮૦૦૦ રૂ.નો કડાકો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ પ,૧૩,૦૦૦ રૂ. હતા તે ઘટીને પ,૦૪પ૦૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. સ્થાનીક બજારમાં સોનામાં કડાકાના પગલે કોઇ ભાવ બોલવા તૈયાર ન હતું. બપોર બાદ ભાવમાં વધુ કડાકો થાય તેવી શકયતા હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.

બીજી બાજુ ચાંદીમાં તેજીનો તરખાટ યથાવત રહ્યો છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે આજે સવારે બજારો ખુલતાની સાથે જ સ્થાનીક બજારમાં ચાંદીમાં ૩૬૦૦ રૂ.નો ઉછાળો થયો હતો. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૬૯૪૦૦ રૂ. હતા તે વધીને ૭૩૦૦૦ રૂ. થયા હતાં. ચાંદીમાં વૈશ્વીક તેજીના કારણે ભાવ વધારો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.

(3:44 pm IST)