Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આયકર દાતાઓને બજેટમાં જે - જે આશા હતી તેના પર પાણી ફરી વળ્યું

ન તો ટેક્ષ સ્લેબમાં ફેરફાર થયો કે ન તો ૮૦-સી હેઠળ સુધારો થયો

નવી દિલ્હી તા. ૧ : નાણામંત્રી સીતારમણે કહ્યું કે આયકરદાતાઓને સુવિધા આપવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. તેથી સીનિયર સીટીઝનને ઇન્કમટેક્ષ ફાઇલિંગમાંથી રાહત આપવામાં આવી રહી છે. જો કે, સામાન્ય કરદાતાઓને જે રાહતની આશા હતી તેમાંથી કાંઇ મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનથી પરેશાન લોકો આ વખતે ટેક્ષ અંગે રાહતની આશા કરી રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે, ૭૫ વર્ષના તે દરેક પેન્શન ધારકોને ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાથી રાહત મળશે. જેની ફકત પેન્શનથી આવક થાય છે. આ ઉપરાંત નાણામંત્રીએ ટેક્ષ સ્લેબમાં કોઇ પ્રકારના બદલાવનું એલાન કરવામાં આવ્યું નથી.

તેઓએ કહ્યું કે, ગંભીર ટેક્ષ ભ્રષ્ટાચારના મામલે ફકત ૩ વર્ષ પહેલા સુધીના ખોલવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, ફકત એક વર્ષમાં ૫૦ લાખ રૂપિયાથી વધુ આવક છુપાવતા કેસ જ ૧૦ વર્ષ સુધી ફરી ફાઇલ ખોલવાની મંજુરી અપાશે.

નાણામંત્રીએ ગયા વર્ષે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજુ કરીને કરદાતાને બે પ્રકારનો વિકલ્પ પસંદ કરવાની આઝાદી આપી હતી. એક નવો ટેક્ષ સ્લેબ બનાવામાં આવ્યો અને કહેવામાં આવ્યુ઼ છે કે કરદાતા નવો અથવા જુનો કોઇપણ ટેક્ષ સ્લેબ પસંદ કરી શકે છે. જો કોઇ નવો ટેક્ષ સતત પસંદ કરે છે તો તેને ડિડકશનનો લાભ મળશે નહિ. જુનો સ્લેબ પસંદ કરતા લોકોને આ પ્રકારનો લાભ મળશે. જુના ટેક્ષ સ્લેબમાં ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક સંપૂર્ણ કરમુકત છે ત્યારબાદ ૨.૫ થી ૫ લાખ રૂપિયા સુધીની આવક પર ૫%નો ટેક્ષ લાગે છે પરંતુ તેના બદલે સરકાર ૧૨,૫૦૦ રૂપિયાનું રીબેટ આપે છે જેનાથી તે શૂન્ય થઇ જાય છે એટલે કે પાંચ લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ નથી.  કોરોના એકટના કારણે તે માંગ ઉઠવા લાગી હતી કે કરદાતાને સેકશન ૮૦ડી હેઠળ મળતા ટેક્ષ ફાયદાને વધારીને ઓછામાં ઓછા ૧ લાખ રૂપિયા સુધીના હેલ્થ વીમા પ્રીમીયમ પર કરવામાં આવે.

(3:44 pm IST)