Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કસ્ટમ ડયુટીમાં ઘટાડો : સોના-ચાંદી થશે સસ્તા

સોનુ-ચાંદી લેવા ઇચ્છનારા માટે સારા સમાચાર : તાંબા પર પણ કસ્ટમ ડયુટી ર.પ ટકા ઘટાડવામાં આવી

નવી દિલ્હીઃ જો તમે સોના-ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહયા છો તો તેના માટે સારા અહેવાલો છે જો કે સરકારે સોના-ચાંદી પર કસ્ટમ ડયુટીન ઘટાડવાનું એલાન કર્યુ છે. આ એલાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ર૦ર૧માં કર્યુ છે. નાણામંત્રીએ સોના અને ચાંદી પર કસ્ટમ ફીને તર્કસંગત બનાવાનો પ્રસ્તાવ કર્યો. નાણામંત્રી મુજબ ૧ ઓકટોબરથી ર૦ર૧ થી એક નવી સંશોધીત કસ્ટમ ડયુટી નીતી લાગુ હશે.

આ જ રીતે તાંબા પર કસ્ટમ ડયુટી ર.પ ટકા ઘટાડી દેવામાં આવી છે. જયારે સ્ટીલ પર પણ કસ્ટમ ડયુટી ઓછું કરવાનું એલાન કરવામાં આવ્યું છે.  કોરોના મહામારી વચ્ચે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો થયો છે. સોનુ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું પરંતુ મોંઘુ હોવાના કારણે તો સોના-ચાંદી સામાન્ય બજેટથી બહાર થયું છે. જેનાથી જવેલરી ઇન્ડસ્ટ્રી પર ખરાબ અસર પડી છે. તેથી જવેલરી કારોબારીઓને નાણામંત્રી સીતારમણને બજેટમાં કસ્ટમ ડયુટી ઘટાડવાની માંગ કરી હતી. આ માંગને પુરો કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. હાલમાં સોના અને ચાંદી પર ૧ર.પ ટકાની કસ્ટમ ડયુટી લાગે છે જુલાઇ ર૦૧૯માં કસ્ટમ ડયુટી ૧૦ ટકાથી વધીને ૧ર.પ ટકા કરવામાં આવી હતી.

(3:45 pm IST)