Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કેન્દ્રીય બજેટ ખેડુત-ગ્રામ્ય-યુવા મહિલાલક્ષી : રોજગારી વધારશે

કોરોના કાળમાં રજૂ થયેલ બજેટમાં કેન્દ્ર સરકારે ગરીબો માટે તિજોરી ખોલી નાંખી છે : બજેટને આવકારતા જુનાગઢના શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી પ્રદિપભાઇ ખીમાણી

રાજકોટ,તા. ૧ : દેશની આઝાદી બાદ પાંચમી વખત દેશના નાણામંત્રીએ ૧લી ફેબ્રુઆરોના રોજ દેશની સંસદ માં સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કર્યુ છે. દશના ઈતિહાસમા પહલો વખત પેપરલેસ બજટ રજુ  કરવામા આવ્યુ છે. આ બજેટની મહત્વની બાબત એ છે કે દેશના સામાન્ય બજેટમાં રેલ્વે બજેટનો  પણ સમાવેશ થઈ ગયો છે. દેશના મહિલા નાણામંત્રીએ ત્રીજી વખત સંસદમાં બજેટ રજુ કર્યું  છે. ગયુ વર્ષ કોરોનાના કારણે ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું સમગ્ર વિશ્વના અર્થતંત્રને  નકારાત્મક અસર થઈ હતી પરંતુ  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નિર્ણયોના  કારણે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે જે અભિનંદનને  પાત્ર છે. બજેટનો હકારાત્મક જોગવાઈઓને શેરબજાર પણ આવકારેલ છે તથા સેન્સેકસમાં  પણ ખુબ જ વધારો થયો છે. આ બજેટ આત્મનિર્ભર ભારતનું બજેટ છ. 

આ બજેટ દેશમાં જીએસટી લાગુ કર્યા પછીનું ચોથુ બજેટ છે.  ભારતનું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે.  જીએસટી આવવાથી સરકારની આવક વધી છે. આજે રજુ થયેલ બજેટમાં કેન્દ્ર સરકારે ગરીબો માટે  તોજોરો ખોલી નાખી છે.૬૦૦૦ થી વધુ જેટલા જન ઔષધી કેન્દ્ર પર ૯૦૦ થી વધુ દવા રાહત દરે આપવામાં આવી  રહી છે.  રોકડ વ્યવહારોનું પ્રમાણ ઘટયું છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્રાંતિકારી નિર્ણયોને કારણે દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ  જ સુધારો થયો છે.  સરકારની નીતિઓને કારણે કરવેરા ભરનારા નાગરિકોની સખ્યામાં વધારો થયો છે  ૨૦૨૧ - ર૦રરના વર્ષ દરમિયાન દેશમાં ઘણી મોટી નવી રેલ્વે લાઈનો નાખવા માટે  જોગવાઈ કરવામાં આવી છે.તેને પણ પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ છે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિકાસશીલ અને ખૂબ જ ઉચાઈ પર લઈ જવા  માગે છે. તે બાબત આ બજેટ દ્વારા અભિવ્યકત થાય છે. તેને  પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ  છે.

  આત્મનિર્ભર ભારત માટે કેન્દ્રિય બજેટના ૧૩ ટકા જેટલી રકમ ફાળવવામાં આવી છે જે દેશને  આત્મનિર્ભર બનાવશે. આત્મનિર્ભર ભારત યોજના માટે કેન્દ્રિય બજેટમાં ૨૭.૧ લાખ કરોડ  રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે મીની બજેટ સમાન છે.  કિસાનોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક પણ બજેટમાં રાખવામાં આવ્યું છે.  પબ્લીક હેલ્થની જાણકારી માટે કેન્દ્ર સરકાર એક વેબસાઇટ લોન્ચ કરશે જે બાબત આવકારદાયક  છે.  કોવીડ વેકસીન માટે ૩૫૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ. કોવીડ વેકસીન માટે ભારત વિશ્વનું પ્રથમ વિશ્વસનીય રાષ્ટ્ર બન્યું ભારત પાસે બે વેકસીન છે.   પી એમ આત્મનિર્ભર સ્વાસ્થ્ય સેવા શરૂ કરવાનો નિર્ણય પ્રસંશનીય છે.   દેશના નાગરિકોના સ્વાસ્થય માટે ૨.૨૩ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે  ગયા વર્ષના બજેટ કરતાં ૧૩૭ ટકા વધારે છે.   

પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યુ઼ છે દેશના અનેક શહેરોમાં વધતાં જતાં ટ્રાફિકને ધ્યાનમાં રાખી મેટ્રો યોજના શરૂ કરવામાં આવશે.  રેલ્વેમાં મેક ઈન્ડિયાને વધુમાં વધુ અપનાવવામાં આવશે. અલંગના વિકાસ માટે પણ મહત્વની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે જે આવકારદાયક છે. ૧૯૩૮ના વીમા કાયદામાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિ અનુરૂપ સુધારા કરવામાં આવશે  જે આવકારદાયક છે. વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી. દરેક જીલ્લામાં ઈન્ટીગ્રેટેડ લેબોરેટરી બનાવવામાં આવશે.    ૩૫૦૦ કિલોમીટરના નવા નેશનલ હાઇવેનું નિર્માંણ થશે. સ્વચ્છ ભારત મિશન અતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે જે અંતર્ગત  બજેટમાં ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે.

૭૫ વર્ષથી મોટી ઉમરના સીનીયર સીટીઝનો કે જેમને પેન્શન અને વ્યાજની આવક છે તેમને ઇન્કમટેક્ષ  રિટર્ન ભરવામાંથી તથા આવકવેરો ભરવામાંથી મુકિત ચાલુ વર્ષના બજેટમાં ડિવિડન્ડ ટેક્ષ હટાવવામાં આવ્યો છે.

સ્વસ્થ ભારતને મંત્ર બનાવી કેન્દ્રના બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.

ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરી તેમાં વધુ ૧ કરોડ લાભાર્થીને સામેલ કરવામાં આવશે.

આ બજેટ દેશના દરેક નાગરિક, ખેડૂત, યુવાન, મહિલા, પશુ પાલકો, વિધાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ એમ સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અને દરેકના હિત માટે બનાવેલ છે તેને પણ શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ છે.

ગુજરાત નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર, શિક્ષણવીદ તથા અર્થશાસ્ત્રી  પ્રદિપભાઈ ખીમાણીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન જણાવ્યું છે કે આજે દેશની સંસદમાં રજૂ કરવામા આવેલ બજેટ ખેડૂત લક્ષી, ગ્રામ્યલક્ષી, યુવા લક્ષી, મહિલા લક્ષી તથા રોજગારી વધારનારૃં બની રહેશે. નાણામત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલ દરખાસ્તોના કારણે દેશની નિકાસમાં વૃદ્ધ થશે. બિનજરૂરી આયાત ઓછી થશે તેને કારણે ખાદ્યમાં ઘટાડો થશે.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓના બાંધકામમાં વધારો થશે. કારણકે આ યોજનામાં આ વર્ષના બજેટમાં ખૂબ મોટી નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.

દેશના શહેરી વિસ્તારના વિકાસ માટે, મનરેગા માટે તથા સ્વાસ્થ્ય માટે પણ આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જે આવકારને પાત્ર છે.

દેશમાં રોકાણ વધે, રાજકોષીય ખાધ ઘટે તે માટે કરવામાં આવેલી યોજનાઓને પણ શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ આવકારી અને વિશ્વના લગભગ બધા જ દેશના અર્થતંત્રોમાં મંદી પ્રવર્તા રહી છે ત્યારે ભારતના અર્થતંત્ર ૫ર મંદીની અસર ન થાય તેવા પગલાઓને પણ આવકારેલ છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના તારણ મુજબ ભારતના અર્થતત્રમાં સુસ્તી છે પરંતુ મંદી નથી તે બાબત ખૂબ જ અગત્યની છે.

દેશના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કરવામાં આવેલી વિવિધ જોગવાઇઓને કારણે દેશમાં પ્રવાસન ઉદ્યોગ વિકાસ પામશે તથા તેને કારણે વિદેશી હુંડીયામણમાં વધારો થશે અને રોજગારી પણ વધશે તેમ જણાવી પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે.

કેન્દ્રીય બજેટલને લગતી મહત્વની બાબતો અંગે પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧નું બજેટ દેશનું પહેલું પેપર લેસ બજેટ છે. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ ૧૯૪૭માં દેશની સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. ૧૯૪૭ થી ર૦૧૮ સુધી દેશના નાણામંત્રીએ ચામડાની બ્રીફોસમાં બજેટની કોપી લાવતા હતા પરંતુ દેશના વર્તમાન નાણાકીય નિર્મલા સીતારામને પ જુલાઇ ર૦૧૯ ના રોજ રજુ કરેલ બજેટને લાલ કપડાની થેલીમાં લાવી ભારતીય પરંપરાને અનુસરવાનું શરૂ કર્યું.

દેશનું પહેલું રેલ્વે બજેટ ૧૯ર૪માં રજુ થયું આઝાદી બાદ પણ ર૦૧પ સુધી રેલ્વે બજેટ કેન્દ્રના સામાન્ય બજેટથી અલગ રજુ કરવામાં આવતું પરંતુ ર૦૧૬ થી રેલ્વે બજેટને કેન્દ્રના સામાન્ય બજેટમાં સમાવી દેવામાં આવ્યું. બ્રિટીશ કાળથી ચાલી આવતી પરંપરા ર૦૧૬માં બદલામાં આવી ર૦૧પ સુધી કેન્દ્રનું સામાન્ય બજેટ ફેબ્રુઆરી માસના છેલ્લા દિવસે સંસદમાં રજુ થતું હતું પરંતુ ર૦૧૬ થી કેન્દ્રનું સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવે છે.આઝાદી બાદ ૧૯૯૮ સુધી કેન્દ્રનું સામાન્ય બજેટ ફેબ્રુઆરી માસના છેલ્લા દિવસે સાંજે પ વાગ્યે સંસદમાં રજુ કરવામા આવતું હતું પરંતુ ૧૯૯૯ થી બજેટ સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવે છે તેમ અંતમાં પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે.

(3:46 pm IST)