Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોબાઇલ અને ચાર્જર થશે મોંઘા

સામાન્‍ય બજેટમાં સામાન્‍ય માણસને ઝટકો

નવી દિલ્‍હી,તા. ૧: છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોનના બજારમાં ઘણી તેજી આવી છે. ભારતમાં અત્‍યારે બધી કંપનીઓના મોબાઇલ ફોનનું ઉત્‍પાદન થઇ રહ્યુ છે. તો ભારત હવે મોબાઇલની સાથે સાથે મોબાઇલ પાર્ટસની નિકાસ પણ મોટા પાયે કરે છે. બજેટ ૨૦૨૧માં વિદેશી મોબાઇલ ફોન મોંઘા થવાની વાત કરાઇ છે. મોબાઇલ ફોન પર કસ્‍ટમ ડયુટી વધારીને ૨.૫ ટકા કરી દેવાઇ છે.

ચાર્જર મોંઘા થવાની સૌથી મોટી અસર સામાન્‍ય માણસો પર થશે કેમ કે પહેલા મોબાઇલ કંપનીઓ ફોનની સાથે ચાર્જર આપતી હતી, પણ એપલચ શાઓમી, સેમસંગ જેવી કંપનીઓએ ફોનની સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધુ છે. એટલે લોકોએ ચાર્જર અલગથી ખરીદવું પડે છે.

બજેટ ૨૦૨૧ની અસરએ મોબાઇલ કંપનીઓ પર વધારે થશે જેના ફોન ભારતમાં નથી બનતા. જો કે એ સારી વાત છે કે એપલથી માંડીને શાઓમી, રીયલમી, સેમસંગ જેવા ફોનનું ઉત્‍પાદન ભારતમાં થઇ રહ્યું છે. આ બજેટમાં એક મહત્‍વની વાત સામે આવી છે કે ભારતમાં અત્‍યાર સુધી મોબાઇલ પાર્ટસનું ઉત્‍પાદન ભારતમાં થઇ રહ્યુ છે. આ બજેટમાં એક મહત્‍વની વાત સામે આવી છે કે ભારતમાં અત્‍યાર સુધી મોબાઇલ પાર્ટસનું ઉત્‍પાદન નહોતુ થતુ. પણ નાણાપ્રધાને કહ્યુ કે ભારત હવે મોબાઇલની સાથે સાથે મોબાઇલ પાર્ટસ પણ અન્‍ય દેશોમાં નિકાસ કરે છે.

(4:31 pm IST)