Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

નાણામંત્રીની ઘોષણા

બે સરકારી બેંક વેચશે સરકાર

નવી દિલ્હી, તા.૧: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે પોતાના કાર્યકાળનું ત્રીજુ સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. કોરોના કાળમાં આ પ્રથમ સામાન્ય બજેટ છે. જેના પર તમામની નજર ટકેલી છે. આર્થિક મંદીમાંથી બહાર નિકળવા માટે સરકાર કયા પ્રકારના પગલા ઉઠાવે છે તેની રાહ હતી. આ વચ્ચે નાણામંત્રીએ વીમા કંપનીઓ અને બેંકોને લઈને જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દેશની નરેન્દ્રભાઇ મોદી સરકારે બે સરકારી બેંકો વેચશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણને એલાન કર્યું કે, એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ થશે. આ ઉપરાંત ૨ સરકારી ક્ષેત્રની બેંકનું ખાનગીકરણ થશે. સાથે જ સરકારી કંપનીઓની વધારાની જમીન પણ વેચવામાં આવશે. તેમજ સરકાર IDBI બેંકનું ખાનગીકરણ કરશે.

નાણામંત્રીએ વીમા કંપનીને લઈને ઘોષણા કરી કે LIC નો IPO જાહેર કરશે. જે બાદ શેર્સ વેચવાની યોજના છે. સરકારે વીમા કંપનીમાં વિદેશી રોકાણને પણ વધારવાની અનુમતિ આપી છે. જ્ઝ્રત્ ની મસ્યાદા ૭૪% કરી દીધી છે. જો કે પહેલા ૪૯% હતી. બેંકને અટકેલી લોનથી નિપટવા માટે પરિસંપત્ત્િ। પુનર્ગઠન અને પ્રબંધન કંપનીની સ્થાપના કરી શકાશે. આ ઉપરાંત, લેંડ મોનેરાઈઝેશન માટે લ્ભ્સ્ બનાવશે. એનો મતલબ ખાસ હેતુથી વ્હિકલ હોય છે.

(4:15 pm IST)