Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

૭૮ ટકા છાત્રો તમાકુની જાહેરાત જોવા મજબુરઃ ૧૩ થી ૧૫ વર્ષના ૧૪.૬ ટકા કિશોરોવ્‍યસની

નવી દિલ્‍હી,તા. ૧: દેશમાં તમાકુ ઉત્‍પાદોની જાહેરાત ઉપર પ્રતિબંધ હોવા છતા આજે પણ સ્‍કૂલ -કોલેજોના ૭૬ ટકા વિદ્યાર્થીઓ તમાકુ કંપનીઓની જાહેરાત જોવા મજબુર થઇ રહ્યા છે.

કિશોરોને લલચાવા માટે આ કંપનીઓ પોતાના ઉત્‍પાદનોને ખાસ કરીને ચોકલેટ વચ્‍ચે રખાવે છે. વિશેષજ્ઞો મુજબ આનાથી કિશોરોને તમાકુની જીવનભરની લતનો ખતરો હોય છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના અધ્‍યયન મુજબ દેશમાં ૧૩ થી ૧૫ વર્ષની ઉંમરના ૧૪.૬ ટકા કિશોરો તમાકુના ઉત્‍પાદોનો ઉપયોગ કરે છે.

(4:29 pm IST)