Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ચીનમાં જ્‍યાં પહેલા કોરોના વાઇરસ મળ્‍યો તે વુહાન માર્કેટમાં WHOની ટીમ પહોંચી

વુહાનના હુનાને ‘સીફુડ માર્કેટ'ની મુલાકાત કરી

નવી દિલ્‍હી તા. ૧ : ડેસઝાકના હવાલાથી એક મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે વુહાનમાં ડિસેમ્‍બર ૨૦૧૯માં કોરોના સામે આવ્‍યા બાદ ‘સીફૂડ માર્કેટ'ને બંધ કરીને ચોખ્‍ખુ કરવામાં આવ્‍યું હતું. તેમ છતાં આ યાત્રા મહત્‍વની છે. કારણ કે તેનાથી સામાન અને લોકો વિશે જાણકારી મળશે. ચીને અનેક વિવાદો છતાં WHOની આંતરરાષ્‍ટ્રીય વૈજ્ઞાનિકોની ૧૪ સભ્‍યોની ટીમે વુહાનમાં વાયરસની ઉત્‍પત્તિનું અધ્‍યયન કરવાની મંજુરી આપી છે.

હવે જોવાનું એ છે કે આંતરરાષ્‍ટ્રીય ટીમે વિવાદાસ્‍પદ વુહાનની લેબની મુલાકાતે જવાની મંજુરી અપાશે કે નહીં. ટ્રમ્‍પે ચીનને તપાસ અંગે મંજુરી આપવાની માંગ કરી હતી જેને બીજિંગે ફગાવી દીધી હતી.

ચીનનાં વુહાન માર્કેટમાંથી એક વર્ષ પહેલાં કોરોના વાઈરસ આખા વિશ્વમાં ફેલાયો હતો તેવા આક્ષેપો પછી વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમ તપાસ માટે રવિવારે વુહાન માર્કેટ પહોંચી હતી. જે ફૂડ માર્કેટમાંથી કોરોનાનો વાઈરસ ફેલાયો હોવાનું માનવામાં આવે છે ત્‍યાંથી ખરેખર વાઈરસ ફેલાયો હતો કે કેમ તેની ટીમ દ્વારા તપાસ કરાશે. ટીમની સુરક્ષા માટે ચારે તરફ બેરિકેડ ગોઠવાયા હતા. WHOની ટીમ વાઈરસ ક્‍યાંથી અને કેવી રીતે ફેલાયો તેની તપાસ કરવા માટે બે અઠવાડિયા પહેલા ચીન પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

ટીમે ૧૪ દિવસ ક્‍વોરન્‍ટાઈન રહ્યા પછી તપાસ કાર્ય શરૂ કર્યું હતું. ચીનમાં ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૯નાં રોજ સૌ પહેલા રહસ્‍યમય ન્‍યુમોનિયાનાં ૪ કેસ મળ્‍યા હતા. આ પછી વુહાનનાં ફિશ માર્કેટને રાતોરાત બંધ કરાયું હતું. આ પછી જાન્‍યુઆરીનાં આખરમાં વુહાનમાં લોકડાઉન લગાવવામાં આવ્‍યું હતું. જે ૭૬ દિવસ ચાલ્‍યું હતું. વુહાનનાં માર્કેટમાંથી જ વાઈરસની સૌથી પહેલા ઓળખ થઈ હતી.

(4:33 pm IST)