Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પાકિસ્તાનના નકલી લાઇસન્સ ધરાવતા પાયલોટોની મોટી સંખ્યા : એક અઠવાડિયામાં કેનેડા અને યુકેમાં આવા સંખ્યાબંધ પાયલોટો ગુમ થયા

કેનેડા અને યુકેમાં છેલ્લા એકજ અઠવાડિયાના સમયમાં ગુમ થયેલા, લાપત્તા બનેલા અને પાકિસ્તાનના નકલી લાયસન્સ ધરાવતા પાયલોટોની સંખ્યાબંધ ઘણી મોટી હોવાનું બહાર આવ્યું છે. ઘટના કોઈપણ રાષ્ટ્ર માટે ખૂબ જોખમી છે. ગમે ત્યારે આવા પાયલોટ આતંકવાદી જૂથ સાથે મળીને જેમ ઉસામા બિન લાદેન દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર વિમાન દ્વારા હુમલો કરાયો   તેવા વધુ હુમલા કરી શકે છે. પાકિસ્તાની પાયલટ પાસે સંપૂર્ણ રીતે આવી કટ્ટરતાવાળી ટીમ છે અને તેઓ  અન્ય કોઈ માનવ ધર્મોના અસ્તિત્વને  સ્વીકારતા નથી. પાકિસ્તાનમાં લોકોને આતંકવાદનું મોટા પાયે જ્ઞાન હોય છે. થોડા સમય પૂર્વે પાકિસ્તાનના જાણીતા પત્રકાર મુદેશર લુકમાને પોતાની યુટ્યુબ ચેનલમાં જાહેર કરેલ કે પાકિસ્તાનમાં બનાવટી લાઇસન્સ ધરાવતા સંખ્યાબંધ લોકોની ધરપકડ થઈ છે કેટલાક નાસી છૂટ્યા છે અને કેટલાક લાપતા છે જે વાત બનાવની ગંભીરતા સૂચવે છે. (પ્રતાપભાઈ ગોધાણીયા, લંડન દ્વારા)

(5:08 pm IST)