Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ સ્‍પીચ બાદ શેર બજારમાં તેજીઃ અત્‍યાર સુધીમાં મોદી સરકારના 9 બજેટમાં પ્રથમ વખત સેન્‍સેક્‍સ 2475 અંક ઉછળીને 48 હજારને પાર થયોઃ 24 વર્ષ બાદ આટલી મોટી છલાંગ

મુંબઇઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાંણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણનું આ ત્રીજુ બજેટ દેશની અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. નાણાં મંત્રીની બજેટ સ્પીચ બાદ શેર બજારમાં તેજી જોવા મળી હતી. મોદી સરકારના અત્યાર સુધીના 9 બજેટમાં પ્રથમ વખસ સેન્સેક્સમાં આટલી તેજી આવી છે.

આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ 2314.84 અંક એટલે કે 5 ટકા તેજી સાથે 48,600 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 646.60 અંક એટલે કે 4.74 ટકાના ઉછાળા સાથે 14281.20ના સ્તર પર બંધ થયો. બજેટના દિવસે સેન્સેક્સે 24 વર્ષો બાદ આટલી મોટી છલાંગ લગાવી છે.

આજે દિવસભર ઈન્ડસન્ડ બેંકના શેરમાં શાનદાર તેજી નોંધવામાં આવી. જે 15.14 ટકાના ઉછાળા સાથે બંધ થઈ. આ સિવાય ICICI બેંક, બજાજ ફાઈનાન્સ, SBI અને L & T ના શેરમાં તેજી જોવા મળી. જે શેરો ગગડ્યા છે, તેના પર એક નજર નાંખીએ તો, UPLના શેરો સૌથી વધુ 4.43 ટકા તૂટ્યાં છે. આ ઉપરાંત ડૉ રેડ્ડી, સિપ્લા, ટેક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલીવરના શેર રહ્યાં.

યુનિયન બજેટથી શેર બજારમાં ઉછાળો આવ્યો છે. રોકાણકારો ઘણાં ઉત્સાહિત થયા છે. અમુક કંપનીઓના શેરોમાં ઉછાળો થવાથી રોકાણકારોને 5.2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. BSE પર સૂચિબદ્ધ કંપનીઓની માર્કેટ વેલ્યુ 191.32 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

(5:21 pm IST)