Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોદી સરકાર પોતાના કેટલાક ઉદ્યોગપતિઓને ભારતની સંપત્તિ સોંપવા ઇચ્‍છે છેઃ રાહુલ ગાંધીએ કેન્‍દ્ર સરકારને આડે હાથે લીધીઃ આ બજેટ છે કે ઓએલએક્‍સઃ સીપીએમ નેતા સલીમ અલીનો આક્રોશ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2021-22નો બજેટ રજૂ કર્યો છે. આ બજેટ પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર પોતાના કેટલાક ઉદ્યોગપિત દોસ્તોને ભારતની સંપતિ સૌંપવા ઈચ્છે છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “સામાન્ય લોકોના હાથમાં કેશ આપવાની જગ્યાએ મોદી સરકાર પોતાના કેટલાક ઉદ્યોગપતિ દોસ્તોને ભારતની સંપત્તિ સૌંપવા ઈચ્છે છે.”

કેન્દ્ર સરકારના બજેટ પર સીપીએમે મોટો મોટો હુમલો કર્યો. લેફ્ટ નેતા મોહમ્મદ સલીમ અલીએ કહ્યું છે કે, આ બજેટમાં રેલ, બેંક, વિમો, રક્ષા અને સ્ટીલ બધુ જ સરકાર વેચવા જઈ રહી છે. આ બજેટ છે કે OLX. સીપીએમ નેતા સલીમ અલીએ બજેટની કડક નિંદા કરી છે. સલીમ અલીએ કહ્યું કે, બજેટમાં વિમો, રેલવે, ડિફેન્સ, સ્ટીલ, બેંક… બધુ જ સેલ ઉપર નાંખી દીધું છે. તેમને આ બજેટને ઓએલએક્સ પર બધુ વેચવા કાઢ્યું હોય તેવું ગણાવ્યું હતું. સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરૂએ કહ્યું છે કે, આ પૂંજીપતિઓનું બજેટ છે.

TMCએ કહ્યું 100% વિજનલેસ બજેટ

ટીએમસી નેતા ડેરેન ઓ બ્રાયને કહ્યું કે, બારતનો પ્રથમ પેપરલેસ બજેટ 100 ટકા વિજનલેસ બજેટ છે. આની થીમ ભારત વેચો છે. ડેરેન ઓ બ્રાયને કહ્યું કે, રેલવે વેચવામાં આવી રહી છે, એરપોર્ટ વેચવાની તૈયારી છે. પોર્ટ વેચવામાં આવી રહ્યાં છે. વીમા સેક્ટર વેચવામાં આવી રહ્યો છે. 23 પીએસયૂ વેચવામાં આવી રહ્યું છે. સરકાર સામાન્ય વ્યક્તિને નજર અંદાજ કરી દીધો છે, ખેડૂતોને ઈંગ્નોર કરી દીધો છે. અમીર અમીર થતા જઈ રહ્યાં છે, મીડિલ ક્લાસ માટે કંઈ જ નથી. ગરીબ વધારે ગરીબ થતા જઈ રહ્યાં છે.

શશિ થરૂરનો બજેટ પર તંજ

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, બીજેપી સરકાર મને તે ગેરેજ મિકેનિકની યાદ અપાવે છે, જેને પોતાના ગ્રાહકોને કહ્યું કે, હું તમારી બ્રેક ઠિક કરી શકતો નથી, તેથી મેં તમારા હોર્નનો અવાજ વધારી દીધો છે.

નોકરીયાત વર્ગને કોઈ જ રાહત નહીં

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, બજેટમાં નોકરીયાત વર્ગના લોકો માટે રાહત આપવામાં આવી નથી. મહિલાઓ માટે કંઈ જ નથી. તે ઉપરાંત તેમને કહ્યું કે, આ બજેટમાં આમ તો બાળકો માટે કંઈ જ નથી જે ડિજિટલ ડિવાઈસના કારણે પોતાનો અભ્યાસ છોડી દીધો છે. તેમને કહ્યું કે, સરકાર અનેક સેક્ટરોનું ખાનગીકરણ કરી રહી છે. તેમને કહ્યું કે, બજેટમાં તેવા રાજ્યોને ભેટ આપવામાં આવી રહી છે, જ્યાં હાલમાં ચૂંટણી થવાની છે.

(5:24 pm IST)