Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોથળામાંથી બિલાડુ કાઢયું !!

૭પ વર્ષના વૃદ્ધોને આઇટીમાંથી મુકિત નથી મળીઃ તેમના વતી હવે બેન્‍કો ‘‘રીટર્ન'' ફાઇલ કરી દેશે !! અને ટેક્ષ પણ કપાઇ જશે.

આજે કેન્‍દ્રિય બજેટની એક જોગવાઇથી દેશના વરિષ્‍ઠ નાગરિકો (૭પ ઉપરના) ખુશ ખશાલ થઇ ગયા હતા. પણ મોડી સાંજે બજેટની સત્તાવાર સોફટ કોપીને ટાંકીને ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે કે આ વાતમાં પૂરૂં તથ્‍ય નથી. વાસ્‍તવમાં ૭પ વર્ષ ઉપરના વૃદ્ધોએ પણ આઇટી રીટર્ન ભરવું પડશે, ટેક્ષ પણ કપાશે.

પરંતુ હવે આ સીનીયર સીટીઝનો વતી જે-તે બેન્‍કો આઇટી રીટર્ન ફાઇલ કરી દેશે અને ટેક્ષ તેમના એકાઉન્‍ટમાંથી કાપીને આવકવેરા તંત્રને ભરી દેશે.

આમ એ વાત સાથી કે ૭પ વર્ષના વૃદ્ધોને હવે આઇટી રીટર્ન ભરવું નહિ પડે, તેમના વતી બેન્‍કો આ કામ કરી આપશે એવું ફલિત થતું હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ જણાવે છે.

‘‘મીન્‍ટ'' પણ લખે છે કે ૭પ વર્ષની વયના સીનીયર સીટીઝનોને આ બજેટમાં નિર્મલા સિતારમણે ઇન્‍કમ ટેક્ષ રીટર્ન ભરવામાંથી મુકિત જરૂર આપી છે પરંતુ આ સિનિયર સિટીઝનોએ તેમને લાગુ પડતા ‘‘ટેક્ષ સ્‍લેબ'' મુજબ જરૂરી આવકવેરો તો ભરવો જ પડશે. તેમના વતી રીટર્ન ફાઇલ કરનાર ‘‘પેઇંગ બેન્‍ક'' તેમના ખાતામાંથી આ રકમો કાપી લેશે અને આવકવેરા તંત્રમાં આ વૃદ્ધો વતી જમા કરાવી દેશે. આમ ૭પ વર્ષથી મોટી ઉમરના વૃદ્ધો  જો કે આમાં પણ એક જોગવાઇ રહેલ છે કે તમારૂં બેન્‍ક એકાઉન્‍ટ, તમારૂં પેન્‍સન એકાઉન્‍ટ અને તમારી ફીક્ષ ડીપોઝીટો એકજ બેન્‍કમાં હશે તો જ બેન્‍ક તમને (૭પ વર્ષ ઉપરના) આ સુવિધા આપી શકશે અને તમારા વતી બેન્‍ક બધું એસેરી કરી ઇન્‍મકટેક્ષ ભરી દેશે. આ માટે બેન્‍કને તમારે (વૃદ્ધોએ) ‘‘સહમતિ''નું ડેકલેરેશન પણ આપવું પડશે આમ હવે પીપીએફના વ્‍યાજ ઉપર પણ ટેક્ષ આવી ગયો હોવાનું સમજાય છે.

(7:33 pm IST)