Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

CA ફાઇનલ ન્યૂ સ્કીમમાં સુરતના કાપડના વેપારીના પુત્ર મુદિત અગ્રવાલે હીર ઝળકાવ્યું :દેશમાં બીજા ક્રમે

ટોપ 50માં સુરતનાં જ છ વિદ્યાર્થી :મુંબઇની કોમલ કિશોર પ્રથમ સ્થાને: ઓલ્ડ સ્કીમમાં તમિલનાડુના એસ્સાકિરાજે બાજી મારી: રિઝલ્ટ icaiexam.icai.org કે caresults.icai.org પર જોઇ શકાશે

નવી દિલ્હી : ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ સીએ ફાઇનલની પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા છે,જેમાં સીએ ફાઇનલ ન્યૂ સ્કીમમાં સુરતનો મુદિત અગ્રવાલ દેશમાં બીજા ક્રમે આવ્યો છે. સુદીપના પિતા પ્રદિપ અગ્રવાલ કાપડ વેપારી છે. મુદિતે બિઝનેસની સાથે MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

   CAના પરિક્ષાર્થી icaiexam.icai.org કે caresults.icai.org સાઇટ પરથી પોતાનો રોલ નંબર, પિન અને રજિસ્ટ્રેશન નંબર નાંખી રિઝલ્ટ (ન્યુ અને ઓલ્ડ) ચેક કરી શકે છે. આજે જાહેર થયેલા પરિણામમાં ઓલ્ડ સીએ ફાઇનલમાં તમિલનાડુના સલેમના રહેવાસી એસ્સાકિરાજ એએ 800માંથી 553 માર્ક્સ (69.13%) મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ચેન્નાઇની શ્રીપ્રિયા આરે 62.63 ટકા સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. તો મયંક સિંહ 61.3 ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યોછે

સુરતના વેસુ વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો 22 વર્ષીય મુદિત પ્રદિપ અગ્રવાલ પરિવાર સાથે રહે છે. પિતા કાપડના વેપારી છે અને મુદિતના પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક બહેન છે. એકનો એક દીકરો છે. મુદિતે ગત નવેમ્બર મહિનામાં ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએની પરિક્ષા આપી હતી

સીએ ફાઇનલ) ન્યૂ સ્કીમમાં મુંબઇની કોમલ કિશોર જૈને 800માંથી 600 (75 ટકા) માર્કસ સાથે ટોપ કર્યું. સુરતના મુદિતે 800માંથી 589 માર્ક્સ (73.63 ટકા) મેળવ્યા. ત્રીજા ક્રમે મુંબઇની જ રાજવી ભદ્રેશ નાથવાની છે. તેણે 73.38 ટકા માર્કસ પ્રાપ્ત કર્યા.છે

 મુદિતે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં પરીક્ષા હોવાના કારણે 12-13 કલાકનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય રોજ 6-7 કલાકનો અભ્યાસ કરતો હતો. સીપીએસના ક્લાસના ટીચર રવિના માર્ગદર્શન સાથે અભ્યાસ કર્યો હતો. શોખ અંગે મુદિતે જણાવ્યું હતું કે, બેડ મિન્ટન, ચેસ, મ્યુઝિક, વાંચનનો શોખ છે. જ્યારે ફિલ્મમાં મોટિવેશન આપતી ફિલ્મ જેવી કે થ્રિ ઇડિયટ અને ગુરૂ સહિતની અનેક ફિલ્મ જોઈ છે.ફિલ્મમાં મોટિવેશન આપતી ફિલ્મ જેવી કે થ્રિ ઇડિયટ અને ગુરૂ સહિતની અનેક ફિલ્મ જોતો હતો

સીઓલ્ડ સ્કીમ (CA Final Result) ગ્રુપ1 અને ગ્રુપ 2માં મળીને 4143 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી માત્ર 241 પાસ થયા. જ્યારે સીએ ન્યૂ સ્કીમમાં ગ્રુપ 1 અને 2માં કુલ 19284 પરીક્ષાર્થીઓમાંથી 2790 પાસ થયાછે

કોવિડ-19 મહામારીને કારણે સીએ 2020ની ફાઇનલ એક્ઝામ (CA Final Result) વિલંબથી યોજાઇ. કોરોના ગાઇડલાનનું પાલન કરતા 21 નવેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે હજારથી વધુ કેન્દ્રો પર એક્ઝામનું આયોજન કરાયું હતું.

મુદિતે વધુમાં જણાવ્યું હતું કે, આગળ એમબીએ સાથે વેપાર કે વેપાર સાથે એમબીએ કરવાની ઈચ્છા છે. પહેલેથી જ અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ જેથી આપણો આત્મા વિશ્વાસ વધે છે. માનસિક તણાવમાં અભ્યાસ ન કરવો જોઈએ તેવો સીએની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો.

સુરતના કુલ 6 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે. જેથી વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપનારા શિક્ષક રવિ છાવછરીયાએ ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, સુરતમાંથી ફરી એકવાર દેશ લેવલે નામ રોશન કર્યું છે. લોકડાઉન અને કોરોના સમય વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ભરપૂર મહેનત કરી છે. લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા જે દેશ લેવલ પર લેવાતી હોય છે તેમાંથી આ વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે.

(8:05 pm IST)